મુંબઈ એરપોર્ટ બન્યું વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ, દર 65 સેકન્ડમાં ઉડે છે એક ફ્લાઈટ
મુંબઈ એરપોર્ટ પર અલગ અલગ ટર્મિનલ બાંધવામાં આવ્યા બાદ તમામ પેસેન્જર્સ તથા કાર્ગો વિમાન મુખ્ય રનવે પરથી અથવા તે ખરાબ થાય તો બાજુના રનવે પરથી ઉપડે છે, લેન્ડ થાય છે. મુંબઈ એરપોર્ટ ઉપર પણ બે રનવે છે, પણ મુખ્ય રનવે ખરાબ થાય તો જ બીજા રનવેને ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં જગ્યા ઓછી હોવાને કારણે બે રનવેને ચાલુ રાખી શકાતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2017ના માર્ચના અંતે મુંબઈ એરપોર્ટે 4 કરોડ 52 લાખ લોકોને સેવા પૂરી પાડી હતી. લંડનના ગેટવિકે એરપોર્ટ પર 4 કરોડ 40 લાખ લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી. મુંબઈની પડોશના નવી મુંબઈમાં બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેનું બાંધકામ હજી શરૂ થયું નથી.
મુંબઈ એરપોર્ટ ઓપરેટર તથા મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલર માટે આ મોટી સિદ્ધિ છે. મુંબઈ એરપોર્ટ પરથી પ્રત્યેક 65 સેકંડે એક ફ્લાઈટ કાં તો ઉડે છે અથવા લેન્ડ કરે છે. દિલ્હી, દુબઈ, સિંગાપોર, લંડન, સિડની, ન્યૂ યોર્ક જેવા મોટા શહેરોમાં કમસે કમ બે રનવેવાળા એરપોર્ટ છે ત્યારે મુંબઈના એરપોર્ટ પર એક જ રનવે શા માટે?
મુંબઈઃ જીવીકે ગ્રુપ સંચાલિત મુંબઈ એરપોર્ટ એક જ રનવે પર ચાલતું વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. નાણાંકીય વર્ષ 2016-17માં મુંબઈ એરપોર્ટ પર એક દિવસમાં સરેરાશ 837 ફ્લાઈટે ઉડાન ભરી એટલે કે પ્રતિ 65 સેકન્ડમાં એક ફ્લાઈટે ઉડાન ભરી. આ રીતે મુંબઈએ લંડનના ગેટવિક એરપોર્ટને પાછળ છોડી દીધું છે. ગેટવિકમાં એક દિવસમાં સરેરાશ 757 ઉડન ભરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -