3000 કર્મચારીઓની છટણી કરશે માઈક્રોસોફ્ટ, સેલ્સ વિભાગ પર સૌથી વધારે અસર
દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર સેવા કંપની વિપ્રોએ અંદાજે 600 કર્મચારીઓને એપ્રિલમાં પિંક સ્લીપ પકડાવી દીધી છે. ત્યાર બાદ દેશની 5મી સૌથી મોટી કંપની ટેક મહિન્દાએ પણ પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વાર્ષિક પરફોર્મન્સ આધારે એક હજારથી વધારે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીનું કહેવું હતું કે, દર વર્ષે ખૂબ જ ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓની છટણી કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ આવું જ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલમાં માઈક્રોસોફ્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની પોતાના ઉપભોક્તાઓ અને ભાગીદરોને સારી સેવા ઉપલબ્ધ કરાવવા માટે ફેરફાર કરી રહી છે. સૂત્રા દ્વારા મળેલી જાણકારી અનુસાર માઈક્રોસોફ્ટના અમેરિકામાં 71,000 કર્મચારી છે અને સમગ્ર વિશ્વમાં 1,21,000 કર્મચારી છે.
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ મોટાપાયે રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. તેના કારણે કંપની પોતાના વૈશ્વિક વર્ક ફોર્સમાં અંદાજે 3000 નોકરીની છટણી કરી શકે છે. ભારતમાં જન્મેલ સત્યા નડેલાના નેતૃત્વવાળી કંપનીના રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત થનારી છટણીમાં સેલ્સ વિભાગ પર સૌથી વધારે અસર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -