કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, જાણો પ્રતિ લિટર કેટલા વધ્યા ભાવ
એચડી કુમારસ્વામીએ કિંમતમાં વધારો કરતાં કહ્યું કે, આપણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળને પણ જોવું જોઈએ. આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે પણ કર્ણાટક કરતાં વધારે છે. કર્ણાટક સરકારે અચાનક લીધેલ આ નિર્ણયથી લોકો હેરાન છે. જણાવીએ કે, એક દિવસને બાદ કરતા 18 ઓક્ટોબર બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. વિતેલા વર્ષે માર્ચ બાદથી પેટ્રોલની કિંમત તેની નીચલી સપાટીએ પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે શુક્રવારે પેટ્રોલ ડીઝલ પર પ્રતિ લિટર અંદાજે 2 રૂપિયા સેલ્સ ટેક્સ વધારી દીધો છે. તેના કારણે પેટ્રોલ 1.79 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં 1.083 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે. હવે બેંગલુરુમાં એક લિટર પેટ્રોલ 70.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 64.66 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
કર્ણાટકની કોંગ્રેસ સરકારનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે પાર્ટી પોતાના સ્તરે ડીઝલ અને પેટ્રોલની કિંમતાં ઘટાડાની માગ કરતી રહી છે. એવામાં તેના જ શાસનવાળા રાજ્યમાં કિંતમાં વધારો આશ્ચર્યજનક છે. કર્ણાટકમાં કોંગ્રેસના સમર્થનથી જેડીએસના એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા છે. કોંગ્રેસની માગ રહી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી અંતર્ગત લાવવામાં આવે.