કાવાસાકીએ ભારતમાં લોન્ચ કરી નવી બાઇક, કિંમત છે મારુતિની કારથી પણ વધારે
આ બાઇકમાં 17 લીટર ટિયરડ્રોપ શેપવાળી ફ્યૂલ ટેન્કની સાથે રાઉન્ડ LED લેમ્પ આપવામાં આવ્યો છે.
Z900RSમાં લિક્વિજ-કૂલ્ડ, ફોર સિલિન્ડર, ઇન લાઇન 948cc ડિસ્પ્લેમેન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8500 rpm પર 111hpનો મેક્સિમમ પાવર અને 6500 rpm પર 98.5Nmનો પિક ટોર્ક પેદા કરશે.
ટ્રાન્સમિશન માટે એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. બાઇકના ફ્રન્ડમાં 41mm ઇન્વર્ટેડ ફોકર્સ અને રિયરમાં ગેસ ચાર્જ્ડ મોનો શોક આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રેડિયલ માઉન્ડેટ બ્રેક કેલિપર્સ અને સ્લિપ અસિસ્ટ કલ્ચ પણ આપવામાં આવ્યા છે.
Z900RSમાં ફ્રન્ટ વ્હીલમાં 300mm ડિસ્ક બ્રેક અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે રિયરમાં 250 mm ડિસ્ક આપવામાં આવી છે. Z900RSમાં Z1ને મળતી આવતી ફ્લેટ સીટ પણ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ જાપાનની મોટર સાઇકલ નિર્માતા કંપની કાવાસાકીએ ભારતમાં તેની નવી Z900RS રેટ્રો નેકિડ બાઇકને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ બાઇકની કિંમત 15.3 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખી છે. જે મારૂતિના બેઝિક મોડલથી પણ વધારે છે. આ બાઇકને Z900ની તુલનામાં એન્જિન અને ટેક્નોલોજીના હિસાબે અપગ્રેડ કરવામાં આવી છે.