Exit Poll 2024
(Source: Poll of Polls)
જાણો કોણ છે અંબાણીના વેવાઈ અજય પીરામલ, કેટલી છે નેટવર્થ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી મિત્રો હતા. બંનેના પરિવારજનો એકબીજાને છેલ્લા ચાર દાયકાથી જાણે છે.
આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું.
અજય પીરામલનો પુત્ર અને મુકેશ અંબાણીનો જમાઈ આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયો હોવાના કારણે તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા હતા.
પીરમલની પત્ની સ્વાતિ કંપનીની વાઇસ-ચેરમેન છે. જ્યારે તેની દીકરી નંદિની અને આનંદ બોર્ડ મેમ્બર્સમાં મહત્વના સ્થાન પર છે. તેમની કંપની 30 દેશોમાં કારોબાર કરે છે.
આનંદનું પ્રથમ હેલ્થેકેયર સ્ટાર્ટ અપ પીરામલ ઇ સ્વાસ્થ્ય હતું. જ્યારે બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું. જેનું નામ પીરામલ રિયલટી હતું. હવે બંને પીરામલ એન્ટરપ્રાઇઝનો હિસ્સો છે.
ફોર્બ્સ અનુસાર અજય પીરામલની સંપત્તિ આશરે 30 હજાર કરોડ રૂપિયા (4.5 બિલિયન ડોલર) છે. ભારતના 22માં તથા વિશ્વના 404માં સૌથી ધનિક વ્યક્તિ છે. અજય પીરામલે બોમ્બે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
મુંબઈઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન થશે. ચાલુ વર્ષે ડિસેમ્બરમાં બંનેના લગ્ન થશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
પીરામલે તેમનો પારિવારિક ટેક્સટાઇલ બિઝનેસ છોડીને અહીંયા ફાર્મા ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. તેઓ વર્ષ 1977માં 22 વર્ષથી ઉંમરમાં જ પરિવારના બિઝનેસથી અલગ થઈ ગયા હતા. તેમણે 2010માં સૌથી મોટી ડીલ કરી હતી. તેણે અબોટ લેબ્સ સાથે 3.8 બિલિયન ડોલરનો સોદો કર્યો હતો.
અજય પીરામલ ભારતના ટોચના બિઝનેસમેન પૈકીના એક છે. તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પર જોવા મળ્યા છે. તેઓ પીરામલ એન્ટરપ્રાઇઝના ચેરમેન છે. આ કંપની ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્સ સર્વિસ ક્ષેત્રમાં કામ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -