મુકેશ અંબાણી પર છે અધધ દેવું, વાંચીને લાગી જશે આંચકો, જાણો વિગત
સગાઈ બાદ એન્ટેલિયામાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત મહિને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની શ્લોકા મહેતા સાથે ગોવામાં સગાઇ થઈ હતી.
લિસ્ટમાં એમેઝોનના સીઈઓ જેફ બેજોસ પ્રથમ નંબર પર છે. તેમની કુલ પ્રોપર્ટી 121 બિલિયન ડોલર છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ વિશ્વના 500 સૌથી ધનિક વ્યક્તિઓમાં 23 ભારતીયોના નામ સામેલ છે. આ લિસ્ટમાં અંબાણી 19માં નંબર પર છે.
મુકેશ અંબાણીએ છેલ્લા દોઢ વર્ષથી ટેલિકોમ માર્કેટ પર કબજો જમાવ્યો છે. રિલાયન્સ જિઓના આગમન બાદ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. જિઓએ તાજેતરમાં જ પ્રાઇમ મેમ્બરશિપની માન્યતા એક વર્ષ માટે વધારી દીધી છે. હવે પ્રાઇમ મેમ્બર્સ વધારોના કોઈ ચાર્જની ચૂકવણી કર્યા વગર જિઓની સર્વિસનો લાભ લઈ શકશે.
2 એપ્રિલ, 2018ના બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ચાલુ વર્ષે અંબાણીના બિઝનેસમાં 2.30 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે ગત વર્ષે તેમને 9.3 બિલિયન ડોલરનો ફાયદો થયો હતો.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, અબજો રૂપિયાની પ્રોપર્ટી ધરાવતાં મકેશ અબાણીની રિલાયન્સ પર આશરે 12 બિલિયન ડોલરનું દેવું છે. ટેલિકોમ જગતમાં રિલાયન્સ જિયો દ્વારા સનસની મચાવનારા મુકેશ અંબાણી પર છેલ્લા 15 વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધારે દેવું છે. આટલું જેવું હોવા છતાં મુકેશ અંબાણી વિશ્વના 19માં સૌથી ધનિક વ્યક્તિ છે.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 38 બિલિયન ડોલર છે અને તેઓ એશિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના બિઝનેસ, સંપત્તિ અંગે તમે ઘણું જાણતા હશો પરંતુ તેમના પર કેટલું દેવું છે તે જાણીને તમને આશ્ચર્ય થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -