એપ્રિલમાં મોટાભાગના સ્માર્ટફોન કેમ થઇ જાય છે મોંઘા? આ છે તેનું કારણ
જોકે, આઇફોન SE ની કિંમતમાં કોઇ ફેરફાર નહીં થાય કેમકે કંપની આને ભારતમાંજ એસેમ્બલ કરે છે.
માત્ર સ્માર્ટફોન જ નહીં પણ બધા ઇલેક્ટ્રૉનિક પાર્ટ અને ડિવાઇસ પર કસ્ટમ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. આવામાં સોની, સેમસંગ જેવી મોટી કંપનીઓની બાકીને પ્રૉડક્ટ હવે મોંઘી થશે.
આવામાં જો તમે એપલ કે આ કંપનીઓમાંથી કોઇ નવી પ્રૉડક્ટ ખરીદવાનું વિચારી રહ્યો છો તો તમને હવે વધારે પૈસા ચૂકવવા પડશે.
આ પગલું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરનારું સાબિત થઇ શકે છે, કેમકે આનાથી ઘરેલું મેન્યૂફેક્ચિંર્સને ફાયદો મળશે. ઘરેલું કંપનીઓ જેમ કે માઇક્રોમેક્સ, ઇન્ટેક્સના સ્માર્ટફોન સસ્તાં થશે અને એપલ, સેમસંગ, ઓપ્પો જેવી કંપનીઓના સ્માર્ટફોન મોંઘા થશે.
એટલું જ નહીં આની સાથે મોબાઇલ ફોનની એસેસરીઝ પણ મોંઘી થઇ જશે. આના પર કસ્ટમ ડ્યૂટી 7.5-10% થી વધારીને 15% કરી દેવામાં આવી છે. ખાસ કરીને એપલ કંપનીની જાહેરર કોઇ ઝટકાથી કમ નથી. એક્સાઇઝ ડ્યૂટી વધવાથી ભારતમાં એપલ સહિત તે બધી પ્રૉડક્ટની કિંમત મોઘી થઇ જશે જેનું ભારતમાં પ્રૉડક્શન નથી થતું.
નવી દિલ્હીઃ પહેલી એપ્રિલ એટલે નવું નાણાકીય વર્ષની સાથે જ દેશભરમાં નવું બજેટ લાગું થઇ ગયું છે. આ બજેટમાં મોબાઇલ બનાવનારી વિદેશી કંપનીઓ માટે માઠા સમાચાર છે. બજેટમાં મોબાઇલ ફોન પર લાગવા વાળી કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે મોબાઇલ પાર્ટ્સ મોંઘા થશે. આના પર કસ્ટમ ડ્યૂટી 15% થી વધારીને 20% કરી દેવામાં આવી છે.