✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SBI હોમ અને ઓટો લોનમાં કર્યો ઘટાડો, જાણો નવા દર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2017 07:44 AM (IST)
1

આ પહેલા એસબીઆઈએ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં કાપ મૂક્યો હતો. એસબીઆઈએ ગત મહિને છેલ્લા 10 મહિનામાં પહેલી વાર કાપ મૂક્યો હતો. એસબીઆઈ રિટેલ બેન્કિંગના એમડી પીકે ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કાપથી તેની બેંક રિટેલ લોનની મોટાભાગની ઓફર્સને સૌથી ઓછા દર પર ઓફર કરી રહી છે.

2

વ્યાજ દરોમાં એસબીઆઈ તરફથી લોન સસ્તી કરાયાના એલાન બાદ શક્ય છે કે અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરે. જો આમ થાય તો ગ્રાહકો માટે આવનારા સમયમાં વધુ રાહત આપનારા એલાન થઈ શકે છે. એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાપ બાદ એસબીઆઈની લોન હાલ તમામ બેંકો કરતા સૌથી નીચા દરે ઉપલબ્ધ છે.

3

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે માર્જિનલ કોસ્ટ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘડાડાની જાહેરાત કરી છે. MCLR દરમાં ઘટાડા બાદ એસબીઆઇની લોન સસ્તી થઈ જશે. જે ગ્રાહકો એસબીઆઈમાંથી લોન લેવા માગે છે છે તેને MCLRના નવા દરના આધારે ઓછા વ્યાજ પર લોન મળશે જ્યારે હાલના ગ્રાહકોને થોડી રાહ જોવી પડશે કારણ કે તેના માટે લોનનો દર જે પહેલા નક્કી કરવામાં તે નક્કી સમયગાળા માટે માન્ય હસે અને સમયગાળો પૂરો થયા બાદ તેના દર આપોઆપ ઘટી જશે.

4

એસબીઆઈએ હોમ લોન અને ઓટો લોન પર વ્યાજના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. હવે હોમ લોન પર વ્યાજ 8.30 ટકા થઈ ગયું છે. જે પહેલા 8.35 ટકા હતું. જ્યારે ઓટો લોન પર વ્યાજ 8.75 ટકાથી ઘટીને 8.70 ટકા થઈ ગયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • SBI હોમ અને ઓટો લોનમાં કર્યો ઘટાડો, જાણો નવા દર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.