દેશની ટોપ 10 સૌથી ધનવાન મહિલાઓમાં નીતા અંબાણી નથી, જાણો કોનો કોનો સમાવેશ?
બીસીસીએલની ઈંદુ જૈન 26,240 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેઓ ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન અને ટાઈમ્સ ફાઉન્ડેશનના પ્રમુખ છે.
મુંબઈ: દેશમાં સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં ગોદરેજ ગ્રૂપના સ્મિતા કૃષ્ણાએ બધાને પાછળ રાખી દીધા છે. કોટક વેલ્થ અને હુરુનના નવા રિપોર્ટમાં ગોદરેજ ગ્રૂપની ત્રીજી પેઢીની ઉત્તરાધિકારી કૃષ્ણાની સંપત્તિ ૩૭,૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સ્મિતા કૃષ્ણા ગોદરેજ ઈન્ડસ્ટ્રી બોર્ડમાં છે. તેમની ગોદરેજ ગ્રુપમાં મોટી ભાગીદારી છે. આ લિસ્ટમાં તેમનું નામ પહેલા નંબર પર છે.
લિસ્ટમાં જયશ્રી ઉલ્લાલ આઠમાં, અનુ આગા નવમા અને શ્રદ્ધા અગ્રવાલ દસમા સ્થાને છે.
સાતમાં સ્થાન પર જેએસબલ્યૂ સ્ટીલની સંગીતા જિંદલાનું નામ સામેલ છે. તેમની પાસે 10,450 કરોડ રૂપિયાની સંપ્પતિ છે.
છઠ્ઠા નંબર પર 10,730 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યૂએસવીની લીના ગાંધી તિવારીનું નામ સામેલ છે.
ભારતની પાંચમી સૌથી અમીર મહિલા 20,120 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે HCLના જ કિરણ નાદરનું નામ શામેલ છે.
લિસ્ટમાં ચોથા સ્થાને બાયોકોનના સ્થાપક અને એમડી કિરણ મજૂમદાર છે, તેમની પાસે 25,790 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
28 વર્ષની ઉંમરમાં HCL ગ્રુપનો હિસ્સો બનેલી રોશની નાદર 30,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશની બીજી સૌથી ધનિક મહિલા છે. તે HCLની સીઈઓ અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. આ ઉપરાંત તે શિવ નાદર ફાઉન્ડેશનની પ્રમુખ પણ છે.