રિલાયન્સ જિઓએ આપી દિવાળીની ભેટ, સી સિરીઝના સ્માર્ટપોનની ઇફેક્ટિવ કિંમત ઘટાડીને કરી અડધી
જોકે ગ્રાહકોને ફોન ખરીદતા સમયે માર્કેટ રેટ પર જ ખરીદવો પડશે. ફોનની સાથે 2307 રૂપિયાની ઓફર્સ ગ્રાહકને આપવામાં આવશે. આ ઓફર્સમાં દરેક ગ્રાહકને 99 રૂપિયાના જિઓ પ્રાઈમ મેમ્બરશીપ, 399 રૂપિયાના 3 મહિનાનો ડેટા પ્લાન અને 9 રિચાર્જ પર દરેક વખતે 5GB ડેટા વાઉચર્સ મળશે. જેમાં એક વાઉચરની કિંમત 201 રૂપિયા હશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને ઓછામાં ઓછું 149 અથવા તેનાથી ઉપર રિચાર્જ કરાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે C સીરિઝના આ ફોન 4G VoLTE ટેકનોલોજી પર કામ કરે છે. જિઓફોનની જેમ આ ફોન્સમાં પણ ફ્રી વોઈસ કોલિંગ અને અન્ય સર્વિસો મળશે. આ ઓફર 22 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે. આ ઓફર અંતર્ગત 4,699રૂની કિંમતના LYF C459 ફોનની કિંમત 2,392 રૂપિયા અને 4,999 રૂ.ના કિંમતના LYF C541 મોબાઈલ ફોનની કિંમત 2692 રૂપિયા પર મળશે.
રિલાયન્સે પોતાના LYF C સીરિઝના બે ફોન્સની કિંમતમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. હવે તેમની નવી કિંમત 2,392 રૂપિયા અને 2,692 રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાના લાઈફ સી સિરીઝના બે શરૂઆતના સ્માર્ટફોન પર એક વિશેષ ઓફરની જાહેરાત કરી છે. જેનાથી તેની ઇફેક્ટિવ કિંમત ઘટીને અંદાજે અડધી થઈ જશે. કંપનીએ અહીં એક નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફરનો લાભ22 ઓક્ટોર સુધી લઈ શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -