1 એપ્રિલથી Jioની ફ્રી સર્વિસ માટે આપવા પડશે રૂપિયા, કનેક્શન બંધ કરવાની આ છે રીત
તમારો જિઓ નંબર પ્રીપેડ છે કે પૉસ્ટપેડ ચેક કરવા માટે સૌ પ્રથમ myjio ને ઓપન કરો. જિઓ નંબરને સાઇન કરો અને પાસવર્ડ નાંખો. Menu ની લેફ્ટ સાઇડમાં સ્વાઇપ કરો. હવે My plans પર ટેપ કરો.અહીં તમારો નંબર પૉસ્ટપેડ છે કે પ્રીપેડ પુરેપુરી માહિતી મળી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે વેબસાઈટ પર જઈને પણ તમારું કાર્ડ બંધ કરાવી શકો છો. તેના માટે તમારે www.jio.com પર લોગન ઈન કરવાનું રહેશે. ત્યારે બાદ તમારા નંબરની બાજુમાં સેટિંગના બટન પર ક્લિક કરવાનું રહેશે. સેટિંગ પર ક્લિક કર્યા બાદ સસ્પેમેન્ડ અને રિસ્યૂમ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં સસ્પેન્ડ પર ક્લિક કર્યા બાદ તમારું કાર્ડ બંધ થઈ જશે.
જો તમે પ્રીપેડ યૂઝર્સ હોય તો 31 માર્ચથી પોતાના સિમને ફોનમાંથી કાઢીને મુકી દો, તેમાં કંઇપણ ના કરો અને રિચાર્જ પણ ના કરાવો. 90 દિવસ પછી તમારો નંબર ઓટોમેટિક બંધ થઇ જશે. જો તમે ઇચ્છતા હોય કે તમારે 90 દિવસની રાહ નથી જોવી તો તમે જિઓ કેર પર કૉલ કરીને કે પછી જિઓ સ્ટૉર પર જઇને નંબરને બંધ કરાવી શકો છો.
જો તમે પૉસ્ટપેડ યૂઝર હોય તો 1લી એપ્રિલ પહેલા જિઓ કસ્ટમર કેર પર કૉલ કરીને કે કોઇ જિઓ સ્ટૉર પર જઇને પોતાનો નંબર બંધ કરાવી શકો છો. અહીં કૉલ કરવાથી તમને પુછવામાં આવશે કે તમે કેમ બંધ કરવા માગો છે. એકવાર તમારો નંબર બંધ કરવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ થઇ ગઇ તો 7 દિવસની અંદર તે બંધ થઇ જશે. હા, પણ રિલાયન્સ કેર પર વાત કરવા માટે તમારે લાંબી રાહ જોવી પડશે, એટલે સારુ છે કે તમે કોઇ જિઓ સ્ટૉર પર જઇને પ્રૉસેસને કમ્પલેટ કરો.
નવી દિલ્હીઃ એક એપ્રિલથી Reliance Jioની સર્વિસ માટે તમારે રૂપિયા ચૂકવવા પડશે. 31 માર્ચના રોજ જિઓની હેપ્પી ન્યૂ યર ઓફર ખત્મ થઈ રહી છે. આ પહેલા તમારે જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવાની રહેશે જેની કિંમત 99 રૂપિયા છે. મેમ્બરશિપ એક વર્ષ માટે વેલિડ છે. મેમ્બરશિપ બાદ તમેન તમારા ટેરિફ પ્રમામે રિચાર્જ અથવા બિલ ભરવાનું રહેશે. જો તમે જિઓની સાથે આગળ વધવા નથી માગતા તો અમે તમને કાર્ડ બંધ કરવાની રીત જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે એક એપ્રિલ પહેલા તમારો નંબર બંધ કરાવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -