બેંકોએ લાદેલા ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે સરકારે બેંકોને શું કહ્યું? જાણો મહત્વની વિગત
સરકારે પણ બેન્કોને એટીએમ વિડ્રોઅલ પરના ચાર્જિસ હટાવી લેવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારે એસબીઆઇને પણ પહેલી એપ્રિલથી મિનિમમ બેલેન્સ ન હોય તો પેનલ્ટી લેવાના તેના નિર્ણયની ફેરવિચારણા કરવા જણાવ્યું છે. એસબીઆઇએ અન્ય બેન્કોના એટીએમમાંથી પાંચથી વધુ વિડ્રોઅલ માટે રૂપિયા 20 અને રૂપિયા 10 ચાર્જ લાદ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સિસ બેન્કે પણ પાંચ ટ્રાન્ઝેક્શન્સ ફ્રી કરવાની છૂટ રાખી છે અને તે પછી રૂપિયા 1000 દીઠ રૂપિયા 2.50 અથવા ટ્રાન્ઝેક્શન દીઠ રૂપિયા 95 એ બેમાંથી જે વધુ હોય તેટલા વસૂલ કરાશે. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના ગ્રાહકોને હોમ સિટીમાં પ્રથમ ચાર જ ટ્રાન્ઝેક્શન્સ ફ્રી કરવાની છૂટ હશે પરંતુ તે પછી રૂપિયા 5 પ્રતિ 1000 લેવાશે, એક મહિનામાં રૂપિયા 150 મિનિમમ જેટલો હશે.
મિનિમમ બેલેન્સ પર ચાર્જ વસૂલ કરવાના એસબીઆઇના નિર્ણયથી 31 કરોડ લોકોને અસર થશે. પહેલી એપ્રિલથી લાગુ થનારા આ નિર્ણયથી પેન્શનર્સ અને વિદ્યાર્થીઓ પણ અસર થશે. એસબીઆઇમાં આશરે 31 કરોડ લોકોના સેવિંગ એકાઉન્ટસ છે.
એચડીએફસી બેન્ક ઉપરાંત દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ તેના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મહિને માત્ર ત્રણ વખત જ ફ્રી ઓફ ચાર્જ કેશ જમા કરવાની છૂટ આપી છે. તે પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 50 વસૂલ કરાશે. કરન્ટ એકાઉન્ટમાં આ ચાર્જિસ રૂપિયા 20,000 સુધી વધી શકે છે.
ડીમોનેટાઇઝેશનના સમયગાળા પછી થોડા સમય પહેલા એચડીએફસી બેન્કે એક નોટિફિકેશન ઈશ્યૂ કરીને જણાવ્યું હતું કે તેના ગ્રાહકોને બેન્કમાંથી જમા અને ઉપાડ સહિત ચાર જ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. તેની ઉપરના ટ્રાન્ઝેક્શન્સ માટે તેમની પાસેથી ઓછામાં ઓછા રૂપિયા 150 વત્તા ટેક્સીસ અને સેસ લેશે.
બેન્કોએ જ્યારથી કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવાની જાહેરાત કરી ત્યારથી આ નિર્ણયનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ વિરોદ થઈ રહ્યો છે. આ સામે આમ જનતાથી લઇને બિઝનેસમેન અને ટ્રેડર્સ સમુદાયે વિરોધ વ્યક્ત કર્યો છે. સોશ્યલ મીડિયામાં બેન્કોના નિર્ણયની તીખી આલોચના થઇ રહી છે. આ વિરોધને પગલે જ લાગે છે કે સરકારે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ને પોતાના એ નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું જે અંતર્ગત 1 એપ્રિલથી ખાતા પર મિનિમમ બેલેન્સ ન રાખવા પર પેનલ્ટી લગાવવાની વાત કહેવામાં આવી છે. સરકારે એસબીઆીની સાથેસાથે તમામ ખાનગી બેંકોને પણ પુનર્વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -