100 વર્ષની થઈ 1 રૂપિયાની નોટ, જાણો રસપ્રદ વાતો
1 રૂપિયાની નોટ જ માત્ર એવી નોટ છે જેના પર નાણાં સચિવની સહી હોય છે, જ્યારે અન્ય નોટો પર આરબીઆઈના ગવર્નરની સહી હોય છે.
1 રૂપિયાની નોટ એકમાત્ર એવી નોટ છે જેના પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ છે, જ્યારે અન્ય નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલ હોય છે.
1 રૂપિયાની નોટનો 1970 સુધી બહરીન, મસ્કત વગેરે દેશોમાં પણ ઉપયોગ કરી શકાતો હતો.
1 રૂપિયાની નોટને 1940માં ફરીથી જારી કરવામાં આવી હતી.
ચલણમાં આવ્યાના થોડા જ વર્ષ બાદ 1926માં તેને બ્રિટિશ સરકારે બંધ કરી દીધી હતી.
પ્રથમ વખત જારી થયેલ નોટમાં બ્રિટેનના તત્કાલીન રાજા કિંગ જ્યોર્જ Vની તસવીર હતી. બાદમાં તેને બ્રિટેનના પછીના રાજા કિંગ જ્યોર્જ VIની તસવીરની સાથે જારી કરવામાં આવી.
પ્રથમ 1 રૂપિયાની નોટ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ચલણમાં આવી હતી. 30 નવેમ્બરે 1917ના રોજ આ અંગ્રેજ સરકારે જારી કરી હતી.
1 રૂપિયાની નોટને 100 વર્ષ પૂરા થયા છે. 30 નવેમ્બર 1917ના રોજ દેશમાં પ્રથમ વખત 1 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. આજે અમે તમને 1 રૂપિયાની નોટ સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ....