સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ HDFC બેંક, જાણો શું છે મામલો
લોકોએ આ ફેંસલાને અસંવેદનશીલ અને અમાનવીય ગણાવીને કહ્યું અનેક પોસ્ટ કરી હતી. ઉપરાંત ઘણા લોકોએ એચડીએફસી બેંકનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વિરોધની જાણકારી મેનેજમેન્ટને મળ્યા બાદ અધિકારીઓ દ્વારા આ ખિલ્લા હટાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ કોઈ સેલિબ્રિટી કે વ્યક્તિ ટ્રોલ થાય તે સમજી શકાય પરંતુ બેંક ટ્રોલ થઈ તેવું સાંભળવામાં આવે ત્યારે જરા આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર ખાનગી સેક્ટરની બેંક ટ્રોલ થઈ રહી છે. બેંકને તેની ભૂલ સમજાતા માફી પણ માંગી છે.
સોશિયલ મીડિયા પર જ બેંકના કોર્પોરેટ કમ્યુનિકેશન હેડે માફી માંગતા ખિલ્લા હટાવવામાં આવતા હોવાનો ફોટો પોસ્ટ કર્યો. ઉપરાંત અસુવિધા માટે માફી પણ માંગી.
સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને વિરોધ બાદ બેંક દ્વારા ખિલ્લા હટાવી લેવામાં આવ્યા. અનેક લોકોએ તેનો વિરોધ કરીને ફેસબુક અને ટ્વિટર પર તેની તસવીરો પોસ્ટ કરી હતી.
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકના ઓટલા પર રાતે કોઈ બેઘર કે નિઃસહાય લોકો બેસી ન શકે તે માટે લોખંડના અણીદાર ખિલ્લા મારી દેવામાં આવ્યા હતા. આ અંગેની તસવીર અને અહેવાલ પબ્લિશ થયા બાદ એચડીએફસી બેંક ટ્રોલ થવા લાગી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -