હવે આવશે વળી શકે એવો iPhone, ખોલતા જ સાઇઝ થઇ જશે બેગણી, જુઓ તસવીરો
ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ફૉલ્ડેબલ ગેલેક્સી એક્સ ફોન લાવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ટેક વર્લ્ડમાં આગવો દબદબો જમાવી ચૂકેલી દિગ્ગજ કંપની એપલ હવે નવા ઇનૉવેશન્સ સાથે પોતાનો નવો હેન્ડસેટ આઇફોન લૉન્ચ કરી શકે છે, એટલે કે કંપની વળી શકે એવો iPhone લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
આ અગાઉ રિપોર્ટ આવ્યો હતો કે એપલ ભવિષ્યમાં ફૉલ્ડેબલ આઇફોન માટે એલજીની સાથે કામ કરી રહી છે. કંપનીએ ફૉલ્ડેબલ ડિવાઇસ માટે પેટન્ટ એપ્લિકેશન પણ ભરી દીધી છે. આ રિપોર્ટ નવેમ્બર 2017માં આવ્યો હતો. આમાં કહેવામાં આવ્યું હતું કે ફૉલ્ડેબલ આઇફોન બુકની જેમ ખુલશે અને બંધ થઇ જશે.
સીએનબીસીએ પોતાના રિપોર્ટમાં બેન્ક ઓફ અમેરિકાના એનાલિસ્ટ મેરિલ લિંચના હવાલો આપીને જણાવ્યું કે, એપલ કંપની અત્યારે ફૉલ્ડેબલ આઇફોન માટે પોતાન સપ્લાયર સાથે કામ કરી રહી છે. આના આગામી બે વર્ષમાં આને લૉન્ચ કરી દેવામાં આવશે.
સીએનબીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, આ ફૉલ્ડેબલ ફોનને લઇને એપલ કંપની પોતાના સપ્લાયરની સાથે કામ કરી રહી છે. આ આઇફોન ખુલાતાજ ટેબલેટ જેવો થઇ જશે, એટલે આ ફૉલ્ડેબલ ફોનને જ્યારે પણ યૂઝર્સ ઓપન કરશે તો આની સાઇઝ બેગણી થઇ જશે.
રિપોર્ટ અનુસાર, એપલ આગામી બે વર્ષમાં પોતાનો નવો ફૉલ્ડેબલ iPhoneને માર્કેટમાં મુકી શકે છે. યૂઝર્સ આ ફૉલ્ડેબલ આઇફોનને આઇપેડ ટેબલેટની જેમ યૂઝ કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર એપલ 2020 સુધી આ ફૉલ્ડેબલ iPhoneને લૉન્ચ કરશે અને અત્યારે તેના પર કામ કરી રહી છે. આ માટે કંપની એશિયન પાર્ટનરની સાથે મળીને કામ કરી રહી છે.