Flipkartએ હેડફોનની જગ્યાએ મોકલી તેલની શીશી, ફરિયાદ કરી તો, મેસેજ આવ્યો…’વેલકમ ટુ ભાજપ’

બીજી તરફ ભાજપની પશ્ચિમ બંગાળ ટીમે ફ્લિપકાર્ટ સાથે કોઈપણ પ્રકારના સંબંધથી ઈનકાર કર્યો છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યુંકે, ભાજપનો નંબર વેબસાઈટ અને ફેસબુક સહિત તમામ જગ્યાઓ પર છે. કોઈપણ તેને શેર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કંપનીએ કહ્યું કે શક્ય છે કે ઓપરેટરે આ નંબર ફરીવાર અલોટ કરી દીધો હોય, કારણ કે ઘણીવાર નંબર છ મહિના સુધી ઉપયોગ ન કરાતા ઓપરેટર તે નંબર અન્ય ગ્રાહકને આપી દે છે. ફ્લિપકાર્ટે ભૂલથી હેડફોનના બદલે તેલની બોટલ મોકલવા પર માફી માગી અને કહ્યું કે, ‘તમે ઈચ્છો તો તેલની બોટલનો ઉપયોગ કરી શકો છો અથવા પછી ફેંકી શકો છો. તેમને હેડફોન મોકલાઈ રહ્યો છે.’

જોકે આમામલે ફ્લિપકાર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેણે જૂનો નંબર ત્રણ વર્ષ પહેલા છોડી દીધો હતો. જોકે તે નંબર પેકિંગ પર ઉપયોગ કરાતા ટેપ પર પ્રિન્ટ હતો અને કેટલાક ટેપ હજુ પણ ઉપયોગ થઈ રહ્યો છે.
મેસેજમાં ભાજપનો પ્રાથમિક સભ્યપદ નંબર પણ લખ્યો હતો અને આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે આગળના બે સ્ટેપ્સ ફોલો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો. જોકે તેણે નંબર ફરીથી ડાયલ કર્યો, તો ફરીવાર આવો જ મેસેજ આવ્યો. આ બાદ તેણે પોતાના મિત્રોને નંબર આપ્યો અને તેમને પણ ફોન કરતા આવા મેસેજ મળ્યા. જલ્દી જ તેમને આભાસ થયો કે 1800 266 1001 ભાજપનો નંબર છે.
કોલકાતાઃ કોલકાતામાં એક ફુટબોલ પ્રશંસકે ઓનલાઈન વેબસાઈટ ફ્લિપકાર્ટ પર બે હેડનફોન ઓર્ડર કર્યા. જોકે ફ્લિપકાર્ટ તરફથી જે પેકેટ આવ્યા તેમાં હેડફોનની જગ્યાએ તેલની શીશી નિકળી. ત્યાર બાદ ગુસ્સામાં ફ્લિપકાર્ટને ફરિયાદ કરવા માટે પેકેટ પર છપાયેલ નંબર પર કોલ કર્યો, પરંતુ ફોનની એક રિંગ બાદ તે કપાઈ ગયો. જ્યારે બીજી વખત ફોન લગાવવા ગયો તો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું, ’વેલકમ ટુ ભાજપ’ એટલે કે તમારું ભાજપમાં સ્વાગત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -