આઈટી રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ, મોડી રાત સુધી કાર્યરત રહેશે ઇનકમ ટેક્સ ઓફિસો
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે 31 ઓગષ્ટ સુધી લિંક કરવુ પડશે. કારણ કે તમારા રિટર્નની તપાસ ત્યારેજ થશે જ્યારે તમારો આધાર પાન કાર્ડ સાથે જોડાયેલો હશે. હાલમાં ઇનકમ ટેક્સ રિટર્નની વેબસાઇટ પર 6.14 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ તેમાં 2.70 લાખ કરોડથી થોડા વધારે લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું છે. જ્યારે 1.31 કરોડથી વધારે એવા લોકો પણ છે જેણે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની સાઇટ પર રજીસ્ટર્ડ નથી તો પણ તેમણે આધારને પાન કાર્ડ સાથે લિંક કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષથી સરકાર આ તારીખને મોટે ભાગે 5 ઓગષ્ટ સુધી વધારી દે છે. જો કે લોકોને ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવા માટે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શનિવારે ખાસ કરીને ઘણી સરકારી કચેરી બંધ રહે છે પણ રિટર્ન ફાઇલિંગની આજે છેલ્લી તારીખના કારણે સરકારે શનિવારે પણ ઇનકમ ટેક્સ ઓફિસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. નાંણાકીય વર્ષ 2016-17ના સ્લેબના હિસાબથી ઇનકમ છૂટની મર્યાદા 60 વર્ષથી ઓછી ઉંમરના પુરુષો અને મહિલાઓ માટે રૂપિયા 2.5 લાખ છે. જો તમારી આવક 2.5 લાખથી વધારે છે તો તમારે ઇનકમ ટેક્સ ફાઇલ કરાવવું જોઇએ. આયકર વિભાગે પણ નાગરિકોને ટેક્સ ભરવાની અપીલ કરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળાને આ મર્યાદા 3 લાખ રૂપિયાની છે. જ્યારે 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો માટે 5 લાખ રૂપિયા સુધી છૂટ આપવામાં આવી છે.
નવી દિલ્લી: જો તમે આજ સુધી તમારું ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો આજે તમારા માટે છેલ્લી તક છે. સરકારે 5 ઓગષ્ટ સુધી આઇટીઆર ફાઇલ કરવાની તારીખ વધારીને જે રાહત આપી હતી તેનો આજે છેલ્લો દિવસ છે. આકારણી વર્ષ 2017-18 માટે જે લોકો રિટર્ન ફાઇલ કરવા માંગે છે તેમના માટે આજે છેલ્લી તક છે. આયકર વિભાગે કહ્યું કે તેમનું ફિલ્ડ કાર્યાલય આજે મોડી રાત સુધી ચાલુ રહેશે. જો કે આઇટી વિભાગ પાસે ઇલેક્ટ્રોનિક માધ્યમથી બે કરોડથી વધુ આઇટીઆર દાખલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -