PAN સાથે Aadharને SMS દ્વારા કરાવો લિંકઃ આવકવેરા વિભાગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 May 2017 02:40 PM (IST)
1
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ટેક્સપેયરને મોબાઈલ એસએમએસની સુવિધાનો ઉપયોગ કરીને આધાર સંખ્યાને પાન નંબર સાથે લિંક કરવા માટે કહ્યું છે. દેશની મુખ્ય અખબારોમાં આપવામાં આવેલ જાહેરાતમાં વિભાગે એસએમએસના માધ્યમથી આધાર અને પાન એક બીજા સાથે લિંક કરવાની જાણકારી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેના માટે કોઈપણ વ્યક્તિએ પોતાના ફોનમાં મોટા અક્ષરોમાં UIDPAN બાદ સ્પેસ છોડીને તમારો આધાર નંબર અને ત્યાર બાદ તમારો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો રહેશે. ઉપરાં તમે ઇનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જઈને પણ તમે આધાર પાન એકબીજા સાથે લિંક કરાવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -