રિલાયન્સ જિઓના મોબાઈલ ડેટા ચાર્જ જાહેર, સાવ મફતના ભાવે મળશે ઇન્ટરનેટ, કોલ મફત
જિઓ ટેરિફમાં યૂઝરને માત્ર એક સર્વિસ માટે રૂપિયા આપવા પડશે. તમને જિઓ-ટૂ-જિઓ સમગ્ર દેશમાં ફ્રી કોલ કરી શકશો. 30 હજાર સ્કૂલમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા મળશે. અમે દેશના દરેક વિદ્યાર્થીનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને અમે તેના માટે એક ખાસ પ્લાનની જાહેરાત કરી છે. દરેક વિદ્યાર્થીને 25 ટકા વધારે ડેટા આપવામાં આવશે. જિઓએ પોતાના ડેટા ટેરિફ લોન્ચ કર્યા, જે અન્ય ટેલીકોમ કંપનીઓની તુલનામાં ખૂબ જ ઓછા છે.
તહેવાર પર દરેક ટેલીકોમ કંપનીઓ મેસેજના રૂપિયા બે ગણી કરી દેતી હતી અને અમે એવું નહીં કરીએ. દરેક યુઝરને 50 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. કોઈપણ નેટવર્ક પર રોમિંગ માટે ચાર્જ નહીં ચૂકવવો પડે. એટલે કે રોમિંગ સમગ્ર દેશમાં ફ્રી રહેશે. રિલાયન્સ જિઓ ડિસેમ્બર સુધી વોઈસ કોલ અને ડેટા ફ્રી આપશે. જિઓ પર તમે ટીવી, મૂવી જોઈ શકો છો અને મેગેઝીન પણ વાંચી શકો છો. 15 હજાર રૂપિયાની એપ સબ્સક્રીપ્શન અમે અમારા એક્ટિવ યુઝર્સને ફ્રીમાં આપશે.
અમે લોકોને સારી ઇન્ટરનેટ ડેટા સુવિધા આપવા માટે j રાઉટર લોન્ચ કરી રહ્યા છીએ. અમે 2999 રૂપિયામાં 4GLTE ડિવાઈસ ઓફર કરી રહ્યા છીએ. જે લોકો માટે એફોર્ડેબલ છે. 2017 સુધી અમે ભારતના 90 ટકા લોકો સુધી અમારી પહોંચ હશે. ભારતના લોકોની વચ્ચે જિઓ ડિજિટલ માતૃભાષાની જેમ જ હશે. અમે ભવિષ્યમાં 5G અને 6G માટે તૈયાર છે. જિઓના નેટવર્ક અંતર્ગત 18 હજાર શહેર અને 2 લાખ ગામડા સુધી પોતાની સુવિધા પહોંચાડશે.
જિઓ એક ઈકો સિસ્ટમ છે, જે લોકોને ડિજિટલ બનાવશે. તેની સાથે જ એસટીડી અને લોકલ કોલ પણ ફ્રી આપવામાં આવશે. રિલાયન્સ જિઓ ડિસેમ્બર સુધી વોઇસ કોલ અને ડેટા ફ્રી આપશે. 1.2 બિલિયન લોકો ભારતમાં ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે. અમે એક નવા ડિજિટલ સમય તરફ જઈ રહ્યા છે અને ભારત તેમાં પાછળ નહીં રહી શકે.
મુંબઈઃ ફ્રી ઇન્ટરનેટ અને ફ્રી એસટીડી અને લોકલ કોલથી લઈને રિલાયન્સ જિઓએ આજે સૌથી મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ એજીએમ કાર્યક્રમમાં બોલતા મુકેશ અંબાણી કહ્યું કે, રિલાયન્સ જિઓ સેમ્બર સુધી યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ અને ફ્રી એસટીડી-લોકલ કોલની સુવિધા આપશે. વાંચો રિલાયન્સ જિઓ વિશેની મુકેશ અંબાણીએ કરેલ મહત્ત્વપૂર્ણ જાહેરાત.