શેર માર્કેટની સૌથી મોટી કંપની બની રિલાયન્સ, માર્કેટ કેપ મામલે TCS ને પાછળ છોડી
મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપ મંગળવારે 7.47 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. જ્યાં રૂ.7.40 લાખ કરોડ માર્કેટ કેપ ધરાવતી ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને પાછળ છોડી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે ટીસીએસ દેશની પ્રથમ કંપની છે, જેણે 100 અરબ ડોલરના ક્લબમાં એન્ટ્રી કરી હતી. તેના બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા વધારાએ આરઆઈએલને પણ ક્લબમાં શામેલ કરાવી દીધી છે. આ મામલે લાંબા સમયથી ટીસીએસ ટોપ રહી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ.1,190 ની ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચવાના કારણે તે નંબર વન બની. તેનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 3.5 ટકા ઊછળીને સાથે રૂ.1,190 પર પહોંચી ગયો હતો. અંતે શેર 3.14 ટકાના વધારા સાથે રૂ.1185.85 પર બંધ રહ્યો છે. ટીસીએસનો શેર ઇન્ટ્રા-ડે 1.39 ટકા ઘટીને રૂ.1929 સુધી ગયો હતો, પરંતુ અંતે 0.2 ટકા ઘટીને રૂ. 1,941.25 પર બંધ રહ્યો છે.
મુંબઈ: દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઈએલ) માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. 100 અરબ ડૉલરના ક્લબમાં શામેલ થયા બાદ કંપનીએ ટીસીએસને પણ પછાડી દીધી છે. મંગળવારે કંપનીના માર્કેટ કેપ મામલે દેશી સૌથી મોટી કંપની બની ગઈ છે.
આ નાણાકીય વર્ષમાં પહેલા ક્વાર્ટરના પરિણામોમાં રિલાયન્સની નેટ પ્રોફિટ 18% વધી 9,459 કરોડ રૂપિયા થઈ છે. આ કારણે તેના શેરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. રિલાયન્સને જિયો, પેટ્રોકેમિકલ અને રિફાઇનિંગ ઓપરેશનથી મજબૂતી મળી. બીજી તરફ, દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસનો પ્રોફિટ 24% વધી 7.340 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ગ્રોથ અને કંપનીના ઉત્તર અમેરિકન ઓપરેશન્સના કારણે ટીસીએસ મજબૂત થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -