મહારાષ્ટ્ર, ગુજરાત અને હિમાચલમાં પેટ્રોલ-ડીઝલ પર ઘટ્યો વેટ, આજથી ઘટ્યા ભાવ
હિમાચલ પ્રદેશે વેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ પર 27 ટકા અને ડીઝલ પર 16 ટકા વેટ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેટ ઘટાડ્યા બાદ કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ 2.93 રૂપિયા અને ડીઝલ 2.72 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થઈ જસે. રૂપાણીએ કહ્યું કે, આ નિર્ણયથી રાજ્ય સરકારને અંદાજે 2316 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ગુજરાતને દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પર વેટ મારફતે 12 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે.
ઓલ ઇન્ડિયા પેટ્રોલ ડીલર એસોસિએસનના પ્રવક્તા અલી દારૂવાલાએ કહ્યું કે, મહાર્ષ્ટ્રમાં વેટ ઘટ્યા બાદ પેટ્રોલ અંદાજે 2.33 રૂપિયા અને ડીઝલ 1.25 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થઈ જશે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર 26 ટકા અને ડીઝલ પર 21 ટકા વેટ લાગે છે. વેટમાં ઘટાડાથી મહારાષ્ટ્ર સરકારને અંદાજે 2500 કરોડની રેવન્યૂ ગુમાવવી પડશે.
મુંબઈઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને હિમાચલ પ્રદેશે સરકારે ગઈકાલે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આજથી આ ત્રણેય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી ગઈ છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને ગુજરાતે વેટમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે વેટમાં માત્ર એક ટકાનો ઘટાડો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -