Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
4G ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ જિઓ: TRAI
ટ્રાઈએ ગત સપ્તાહે જાણકારી આપી હતી કે તે માયસ્પીડ એપને વધુ બહેતર બનાવશે. ટેલીકોમ ઓપરેટરો સાથે વાત કર્યા બાદ ડેટા સ્પીડ આંકવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાશે. જ્યારે, આઈડિયા સેલ્યુલરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેણે ખૂબ ઝડપથી દેશભરમાં 2.60 લાઈટ સાઈટ પર પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4G અપલોડ સ્પીડની વાત કરીએ તો આઈડિયા નેટવર્ક પર સ્પીડ 6.307 એમબીપીએસ હતી. ત્યાર બાદ વોડાફોનની સ્પીડ 5.776 એમબીપીએસ રહી અને જિઓની 4.134 એમબીપીએસ. 4.088 એમબીપીએસની સ્પીડ સાથે અહીં પણ એરટેલ ચોથા નંબરે રહી. આ નેટવર્કની છેલ્લા ત્રણ મહિનાની એવરેજ સ્પીડ અનુક્રમે 6.3 એમબીપીએસ, 5.9 એમબીપીએસ, 4.4 એમબીપીએસ અને 4.3 એબીપીએસ હતી.
ટ્રાઈના આંકડા અનુસાર જિઓની એવરેજ ડાઉનલોડ સ્પીડ 18.433 એમબીપીએસ રહી. ત્યાર બાદ 8.999 એમબીપીએસ સાથે વોડાફોન બીજા સ્થાને અને 8.748 એમબીપીએસની એવરેજ સ્પીડ સાથે આઈડિયા ત્રીજા સ્થાને છે. છેલ્લે એરટેલનો નંબર આવે છે, જેની એવરેજ 4G ડાઉનલોડ સ્પીડ 8.550 એમબીપીએસ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ કંપનીની એવરેજ સ્પીડ છેલ્લા ત્રણ મહિનાની એવરેજ ડાઉનલોડ સ્પીડથી ઓછી નોંધાઈ છે.
નવી દિલ્હીઃ ટ્રાઈએ સપ્ટેમ્બર માટે 4જી ડાઉનલોડ અને અપલોડ સ્પીડના આંકડા જારી કર્યા છે. આ મહિના રિલાયન્સ જિઓ ડાઉનલોડ સ્પીડમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા કરતાં આગળ રહ્યા છે. અપલોડ સ્પીડના મામલે આઈડિયા સૌથી આગળ છે. ત્યાર બાદ વોડાફોન, રિલાયન્સ જિઓ અને એરટેલનો નંબર આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -