મહિન્દ્રાની ન્યૂ XUV 300નું પ્રી બુકિંગ થયું શરૂ, જાણો કેવા છે ફીચર્સ
કંપનીએ એક્સયુવી 300નું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કસ્ટમર મહિન્દ્રાના શોરૂમ પર 11 હજાર રૂપિયા આપીને તેનું બુકિંગ કરી શકે છે. મહિન્દ્રાના એમડી પવન ગોયન્કાએ જણાવ્યું કે, XUV 300માં ઘણા એડવાન્સ અને યુનિક ફીચર્સ મળશે. તે કોમ્પેક્ટ SUV સેગમેન્ટની કાર હશે. તે અમારી પ્રીમિયમ કાર હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિન્દ્રા XUV 300 ના ઇન્ટીરિયરની વાત કરીએ તો ફોટોમાં ડેશબોર્ડની સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એસી વેન્ટ્સ, સ્ટીયરિંગ સ્વિચ, ફ્રન્ટ લાઇટ ફોકસ સ્વિચ દેખાઇ રહી છે.
મહિન્દ્રા XUV 300માં પ્રોજેક્ટર હેડલેમ્પ, LED ડીઆરએલ્સ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક, 7 એર બેગ્સ સહિતના ફીચર્સ મળશે. આ નવી કોમ્પેક્ટ એસયુવીમાં સનરૂણ અને રૂફ રેલ્સ પણ મળશે. સેફ્ટી ફીચર્સ તરીકે મહિન્દ્રા XUV 300માં ડ્યુઅલ એરબેગ, એબીએસ અને ઇબીડી સ્ટાન્ડર્ડ રીતે આપવામાં આવ્યા છે. તે સિવાય XUV 300માં રિવર્સ પાર્કિંગ સેન્સર અને રિવર્સ પાર્કિંગ કેમેરા પણ મળશે.
કંપનીએ જણાવ્યું છે કે, XUV 300 પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં અવેલેબલ હશે. તેમાં 1.5 લીટર ડીઝલ એન્જિન અને 1.2 લીટર પેટ્રોલ એન્જિન મળશે. 1.5 લીટર ડીઝલ એન્જિન 300 nm ટોર્ક અને 1.2 લીટર પેટ્રોલ એન્જિન 200 nm ટોર્ક જનરેટ કરે છે. મહિન્દ્રા XUV 300ના ચાર વેરિઅન્ટ W4, W6, W8 અને W8 (O) લોન્ચ થશે. તેની કિંમત અંદાજે 8થી 12 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.
નવી દિલ્હીઃ કાર ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઓલ ન્યૂ XUV300 ના ફોટા સતત સામે આવી રહ્યા છે. આ લક્ઝયુરિયસ કારમાં ઓટો ACના ફીચરને દર્શાવવામાં આવ્યું છે. અર્થાત કારની અંદર અલગ-અલગ સીટનું ટેમ્પરેચર સેટ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે. જેમ કે ડ્રાઇવર પોતાની સીટનું ટેમ્પરેચર 20 ડિગ્રી અને તેની બાજુવાળી સીટનું ટેમ્પરેચર 25 ડિગ્રી અથવા અન્ય રાખી કરી શકે છે. કારના ટોપ વેરિઅન્ટમાં સેફ્ટી માટે 7 એરબેગ્સ આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીના રોજ મહિન્દ્રા XUV 300 ને લોન્ચ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -