GST લાગુ થયા બાદ જૂના સ્ટોકની MRPને લઈને સરકારે વેપારીઓને આપી ચેતવણી, જાણો શું કહ્યું...
જીએસટી પછીથી ઊભા થયેલા ઘટનાક્રમ પર નજર રાખવા અને ગ્રાહકોની ફરિયાદનો ઉકેલ લાવવા માટે મંત્રાલયે એક સમિતિ રચી છે. પાસવાને કહ્યું હતું કે મંત્રાલયને હેલ્પલાઈન પર ૭૦૦થી વધુ પૂછપરછ થઈ છે અને મંત્રાલયે આ માટે નિષ્ણાતોની મદદ લીધી છે. શરૂઆતમાં થોડી તકલીફ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં તમામ સમસ્યા ઉકેલી લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસવાને વસ્તુઓની કિંમત અંગે કહ્યું કે ‘અમે કંપનીઓને જૂના સ્ટોક પર નવા સુધારાયેલા ભાવ રિપ્રિન્ટ કરવા કહ્યું છે. નવી એમઆરપીના સ્ટીકર લગાવવા પડશે, જેથી ગ્રાહકોને નવા ભાવની જાણકારી મળે.’ જે કંપની નવા ભાવ રિપ્રિન્ટ નહીં કરાવે તેમની સામે આકરા પગલાં લેવાશે. પ્રથમ ગુના માટે ૨૫૦૦૦ રૂપિયા દંડ થશે, બીજા માટે ૫૦,૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર પછી એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે.
ઉપભોક્તા મામલના પ્રધાન રામ વિલાસ પાસવાને શુક્રવારે ચેતવણી આપતા કહ્યું કે, જો જીએસટી બાદ નવા રેટને જૂના મામલ પર ન લગાવી શકાય તો દંડની સાથે જેલ પણ થશે. સરકારે વિનિર્માતાઓને 30 સપ્ટેમ્બર સુધી નવી એમઆરપીની સાથે પોતાનો જૂનો સ્ટોક ખતમ કરવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ નવા જીએસટી કાયદા અંતર્ગત જો કોઈ મેન્યૂફેક્ચરર્સ પોતાનો વણવેચાયેલો માલ અને નવી પ્રોડક્ટ પર સંશોધિત એમઆરપીનો ઉલ્લેખ ન કરે તો તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવાની સાથે સાથે જેલ પણ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -