ઝકરબર્ગને ટક્કર આપી રહી છે 20 વર્ષની આ યુવતી, 6000 કરોડની છે સંપત્તિ
ફોર્બ્સની કવર સ્ટોરીના જવાબમાં કાઈલીએ કહ્યું કે, ફોર્બ્સનો આભાર, આ આર્ટિકલ અને ઓળખ માટે. સદ્દનસીબે મને જે ગમે છે તે કામ હું દરરોજ કરુ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાઈલી જેનર પહેલી વાર મીડિયામાં રિયાલિટી શૉ કીપિંગ અપ વિથ ધ કાદર્શિયનમાં આવી હતી. ત્યારે તે માત્ર 10 વર્ષની હતી. જેનરની ચાર બહેનો છે અને પાંચ બહેનોમાં તે સૌથી નાની છે.
કાઈલી આ કંપનીની એકમાત્ર માલિક છે. તેની શરુઆત 29 ડૉલરની લિપ કિટથી કરવામાં આવી હતી. લિપ્સ્ટિકના મેચિંગ સેટ અને લિપ લાઈનર સૌથી પહેલા પોપ્યુલર થયા હતા.
કાઈલીએ બે વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં કાઈલી કૉસ્મેટિક કંપની બનાવી હતી અને અત્યાર સુધી લગભગ 63 કરોડ ડોલર પ્રોડક્ટ દુનિયાભરમાં વેચી ચુકી છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, ટેલિવિઝન પ્રોગ્રામ અને બિઝનેસથી કાઈલીની કંપનીની વેલ્યુ 90 કરોડ ડોલર થઈ ગઈ છે.
ફોર્બ્સ મેગેઝિને જાતે જ મહેનત કરીને સૌથી અમીર બનનારી સૌથી ઓછી ઉંમરની મહિલા જણાવી છે. જો તે આ જ પ્રમાણે આગળ વધતી રહેશે તો આગામી 3 વર્ષમાં માર્ક ઝકરબર્ગને પાછળ કરી દેશે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ જ્યારે 23 વર્ષના હતા ત્યારે તેણે પોતાના જોરે વિશ્વના સૌથી યુવા અબજોપતિ બનવાનો ખીતાબ મેળવ્યો હતો. હવે આ ખીતાબ 20 વર્ષની યુવતીના પોતાના નામે કરવાની છે.
કર્દાશિયાં પરિવારની સભ્ય અને રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર માત્ર 20 વર્ષની છે, પરંતુ તેની કમાણી 90 કરોડ ડોલર (અંદાજે 6117 કરોડ રૂપિયા)થી વધારે છે. ફોર્બ્સે તેની કમાણીનો આંકડો જણાવ્યો છે.
જેનરના ઈંસ્ટાગ્રામ પર લગભગ 2.5 કરોડ ફૉલોઅર છે. ટ્વિટર પર 1.6 કરોડ લોકો તેને ફૉલો કરે છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેની કંપનીમાં માત્ર 7 ફુલ ટાઈમ અને પાંચ પાર્ટ ટાઈમ કર્મચારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -