RBIનો મોટો નિર્ણય: હવે ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર અને બેન્કર્સ ચેક પર લખવું પડશે જાહેર કરનારનું નામ
નવી દિલ્હી: કાળાનાણાંને રોકવા માટે ભારતીય રીઝર્વ બેન્કે મોટો નિર્ણય કર્યો છે. હવે ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેન્કર્સના ચેક પર જાહેર કરનારનું નામ ફરજીયાત લખવું પડશે. આ નિયમ હેઠળ જો તમે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવો છો તો તેના પર તમારું નામ પણ લખવું પડશે. આ અગાઉ તેના પર માત્ર એનું જ નામ લખવામાં આવતું હતું જેના નામનો ડિમાન્ડ ડ્રાફ બનાવ્યો હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક મની અને મની લૉન્ડ્રિંગને રોકવા માટે દેશના કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ આ નિર્દેશ જાહેર કર્યો છે. રિઝર્વ બેન્કે દેશના તમામ બેન્કોથી લઈને પેમેન્ટ્સ બેન્કો માટે આ નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ બેંકિંગ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવવાની આશા છે. 15 ડિસેમ્બર 2018 બાદ ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેન્કર્સ ચેક પર જાહેર કરનારનું નામ ફરજીયાત લખવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -