મારુતિએ બલેનોનું ફેસલિફ્ટ વર્ઝન કર્યું લોન્ચ, જાણો શું છે ખાસ અને કિંમત
ફ્રંટ ગ્રિલ, મોટા સેન્ટ્રલ એર ડેમની સાથે નવા બંપર અને ફોગ લેમ્પ હાઉસિંગની આકર્ષક ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપાંરત પ્રીમિયમ હેચબેકના ફ્રંટ હેડલેમ્પ કલસ્ટરને પણ અપ઼ડેટ કરવામાં આવ્યું છે.
બલેનોનું આ મોડલ ટોપ સ્પેસિફિકેશનવાળા પ્રીમિયમ હેચબેકના આલ્ફા વેરિયન્ટ પર આધારિત છે. જે જૂના મોડલની સરખામણીએ વધારે એગ્રેસિવ દેખાઇ રહી છે. તેમાં 1.0 લીટર બૂસ્ટરજેટ એન્જિન આપવામાં આવ્યું છે. આ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ યૂનિટ 120બીએચપીનો પાવર અને 150એનએમનો પિક ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી દ્વારા પ્રીમિયમ હેચબેક મોડલ 2019 Baleno RS Faceliftને રિ લોન્ચ કરવામાં આવ્યું છે. નવી બલેનો આરએસ ફેસલિફ્ટમાં નવા એક્સટીરિયર, ડીઝાઇન અને ફીચરમાં અપડેટ્સ આપવામાં આવ્યા છે. આ મોડલની પ્રારંભિક કિંમત 5.45 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
જૂના મોડલમાં બાય-જેનૉન પ્રોજેક્ટર યૂનિટ મળતા હતા પરંતુ 2019 આરએસ ફેસલિફ્ટમાં એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નવું 7 ઈંચ સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો ડિમિંગ IRVM, ઈલેક્ટ્રિકલી ફોલ્ડેબલ ઓવીઆરએમએસ અને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ આપવામાં આવ્યો છે.