1લીથી શરૂ થઈ Jioની Happy New Year ઓફર, Free ડેટા સાથે શું-શું મળશે, જાણો નવી ઓફરના 5 મોટા ચેન્જીસ
આ રીતે જૂના યૂઝર માટે ફ્રી ઓફર 7 મહિના અને નવા યૂઝર્સ માટે 4 મહિના માટે મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓફરમાં પણ 15000 રૂપિયા સુધીની જિઓ એપ્સ પુરેપુરી ફ્રી રહેશે. તમે મૂવીઝ, ટીવી શૉની સાથે મ્યૂઝીક અને વીડિયો કૉલ કરી શકશો.
આ ઓફરમાં પણ 2-5 વાગ્યાના ટાઇમ સ્લૉટમાં અનલીમિટેડ 4G ડેટા મળશે. જો 1GB ડેટા પુરો થયા પછી પણ તમે ફરીથી 4G ડેટા યૂઝ કરવા માગતા હોય તો તમે બુસ્ટર પેક ખરીદી શકો છો. આમાં 301 રૂપિયામાં 6GB ડેટા મળશે.
હવે નવા અને જુના બધા જિઓ યૂઝર્સ ફ્રી ઓફરનો લાભ એકસાથે લઇ શકશે. પહેલા 4 ડિસેમ્બરથી જોડાયેલા યૂઝર્સ જ આ ઓફરનો લાભ લઇ શકતા હતો. આમાં કૉલિંગ, મેસેજ અને ડેટા ફ્રી છે.
31 ડિસેમ્બરથી જિયોની વેલકમ ઓફર ખતમ થઈ ગઈ છે. હવે વર્ષ 2017 એટલે કે નવા વર્ષતી 4G ઇન્ટરનેટ યૂઝર્સ માટે Jioની નવી ઓફર શરૂ થઈ ગઈ છે. રવિવાવથી યૂઝર્સને હાઈ-સ્પીડ 1 જીબી ડેટા દરરોજ મળવાનું શરૂ થઈ ગયું છે. તેની સાથે જ યૂઝર્સ હવે માર્ચ સુધી અનલિમિટેડ કોલનો પણ લાભ લઈ શકે છે.
જિઓની વેલકમ ઓફરમાં એક દિવસમાં 4GB ડેટા 4Gની સ્પીડથી મળતો હતો. આ પુરો થયા પછી 128kbની ઇન્ટરનેટ સ્પીડ મળતી હતી.
હેપ્પી ન્યૂ ઇયર પ્લાનમાં યૂઝર્સને એક દિવસમાં 1GB ડેટા 4Gની સ્પીડથી મળશે, આ પુરો થયા પછી 128kbની ઇન્ટરનેટ સ્પીડ મળશે.
ટેરિફ પ્લાન 1 જાન્યુઆરી, 2017થી શરૂ થવાનો હતો પણ હવે તે 1 એપ્રિલ, 2017થી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -