મારુતિની આ કારનું AMT મોડલ થયું લોન્ચ, જાણો કેટલી છે કિંમત
મારૂતિ સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ડાયરેકટર (માર્કેટિંગ એડ સેલ્સ) આર. એસ. કલ્સીએ કહ્યું છે કે ઈગ્નિસમાં એજીએસનો ઓપ્શન ડેલ્ટા અને જેસ્ટા ટ્રિમમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને તેના કસ્ટમર્સે વખાણ કર્યા છે. ઈગ્નિસના ટોટલ સેલમાં એજીએસનો હિસ્સો 27 ટકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇગનિસનું પેટ્રોલ એન્જિન 6000 આરપીએમ પર 82 હોર્સપાવર જનરેટ કરે છે અને 4200 આરપીએમ પર 113 ન્યૂટન મીટરનો વધુમાં વધુ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે તેનું 1.3 લિટર ડીઝલ એન્જિન 4000 આરપીએમ પર 74 એચપીનો પાવર અને 2000 આરપીએમ પર વધુમાં વધુ 190 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.
મારુતિએ પોતાની પ્રીમિયમ હેચબેક ઇગ્નિસ આલ્ફામાં ઓટોમેટિક ગિયરબોક્સ આપીને તેને ઇગ્નિસ ડેલ્ટા અને જીટા વેરિઅન્ટની બરાબર લાવી મુકી છે. જણાવીએ કે, ઇગ્નિસના પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2 લિટરનું વીવીટી એન્જિન અને 1.3 લિટર ડીઝલ વેરિઅન્ટમાં ડીડીઆઈએસ એન્જિન આપવામાં આવ્યું છે. ઇગ્નિસ રેન્જ કારને જોવા જઈએ તો હવે માત્ર તેનું બેસ વેરિઅનટ્, સિગ્મા જ બચ્યા છે જેમાં મેન્યુ્લ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.
કંપનીએ ઈગ્નિસ અલ્ફા (એજીએસ) પેટ્રોલની કિંમત 7,01,143 રૂપિયા (એકસ-શોરૂમ, દિલ્હી) અને ઈગ્નિસ અલ્ટા(એજીએસ) ડિઝલની કિંમત 8,08,050 રૂપિયા (એકસ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ દેશમાં ઓટોમેટિક કારની વધતી માગને કારણે ઇગ્નિસ કારનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. મારુતિએ ઇગ્નિસના ટોપ વેરિઅન્ટ આલ્ફાને હવે એએમટી એટલે કે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરી છે. તેને કંપનીએ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -