બેંક ઓફ બરોડાએ બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈની દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈએ બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો હતો. બેંકે 1 કરોડ રૂપિયાથી ઓછી રકમ બચત ખાતામાં હોય તો તેના પર 3.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો. જે પહેલા 4 ટકા હતું. જોકે 1 કરોડથી વધારે રકમ બચત ખાતામાં હોય તો તેને પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીઓબીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 5મી ઓગસ્ટથી નવા વ્યાજદર લાગૂ પડશે. અત્યાર સુધી બેન્ક બચત ખાતામાં 4 ટકા વ્યાજ ચૂકવતી હતી. જો કે 50 લાખ રૂપિયાથી વધારેની થાપણો પર 4 ટકા વ્યાજ યથાવત રહેશે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી સાર્વજનિક બેંક એસબીઈ દ્વારા બચત ખાતાના વ્યાજ દરમાં કાપ મૂક્યા બાદ શુક્રવારે બેન્ક ઓફ બરોડાએ પણ બચત ખાતાના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. હવે 50 લાખ રૂપિયા સુધીની રકમ બચત ખાતામાં હશે તો 3.5 ટકા વ્યાજ મળશે. આ પહેલા 4 ટકા વ્યાજ મળતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -