મારુતિ સુઝુકીએ અર્ટિગાની લિમિટેડ એડિશન કરી લોન્ચ, ઓછી કિંમતમાં આપશે દમદાર માઇલેજ
આ કારની સીધી સ્પર્ધા ટોયોટા ઇનોવા ક્રિસ્ટા સાથે થઈ શકે છે. ઇનોવા ક્રિસ્ટામાં 2.4 લીટર અને 2.8 લીટર ડીઝલ એન્જિન છે. જે આ સેગમેન્ટમાં કારને દમદાર બનાવે છે. ઇનોવા ક્રિસ્ટાની પ્રારંભિક કિંમત એક્સ શો રૂમ દિલ્હી રૂ.13.52 લાખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્ટિંગા લિમિટેડ ઓપ્શન સુપીરિયર વ્હાઇટ, સિલ્કી ગ્રે અને એક્વિસાઇટ મરુન એમ 3 કલર ઓપ્શનમાં મળશે. અગાઉની સરખામણીમાં કારમાં ઘણા કોસ્મેટિક પરિવર્તન થયા છે.
નવા ફોગ લેમ્પ, ફ્રન્ટ એક્સટીરિયરમમાં ક્રોમ, સાઇડમાં ક્રોમ, નવા એલોય વ્હીલ અને રિયલ સ્પોઇલર આપવામાં આવ્યા છે.
કારમાં ડાર્ક રેડ સીટ કવર, ડ્યૂલ ટોન સ્ટીયરિંગ કવર, એમ્બિએન્ટ લાઇટિંગ, ફ્રન્ટ સેન્ટર આર્મરેસ્ટ, સેન્ટર કંસોલ ફોક્સ-વુડ ઇનલે આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશની જાણીતી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ અર્ટિગાની લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. ઘણા લાંબા સમયથી મારુતિ સુઝુકીની આ એમપીવીની રાહ જોવામાં આવતી હતી. મારિતુ સુઝુકી અર્ટિંગા લિમિટેડ એડિશનના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 7.8 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયનટની કિંમત 9.71 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
આ ગાડીમાં 1.4 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 92 એચપી પાવર જનરેટ કરે છે. જ્યારે 1.3 લીટર ડીઝલ એન્જિન 90 એચપીનો પાવર જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન સાથે આવશે. કંપની દ્વારા 24.3 માઇલેજ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -