Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મારુતિએ લોન્ચ કરી નવી સ્વિફ્ટ ડિઝાયર એલ્યોર, જાણો શું હશે ખાસ
તેમાં નર્ટ્ઝ સાઉન્ડ સિસ્ટમનો વિકલ્પ પણ મળશે, તેમાં 8 ઇંચના સબવૂફર (400 વોટ), ચાર ચેનલવાળા એમ્પ્લીફાયર (700 વોટ), 6.5 ઇંચના બે કોઓક્સ (100 વોટ) અને 6.5 ઇંચના 160વોટ આઉટપુટવાળા સ્પીકર્સની સાથે બે સ્પેસર મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટીરિયરની વાત કરીએ તો તેની કેબિનમાં ડ્યૂઅલ-ટોન લેધર અપહોલ્સ્ટ્રી અને લેધર ચડાવેલ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે. વ્હાઇટ એમ્બિએન્ટ લાઈટિંગ પણ આપવામાં આવી છે. સેન્ટ્રલ કોન્સોલ, સેન્ટ્રલ એસી વેન્ટ્સ અને ડોર પર વુડ ફિનિશિંગ આપવામાં આવી છે.
એક્ઝટીરીયરની વાત કરીએ તો મારુતિ એલ્યોરમાં નવી સ્ટાઈલના બમ્પર મળશે. એલ્યોરના બમ્પર પર ક્રોમવાળા કોર્નર પ્રોટેક્ટર આપવામાં આવ્યા છે. જ્યારે ડેકી અને વિન્ડો પર પણ ક્રોમ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. ડિઝાયર એલ્યોરમાં સાઈડ બોટી સ્કર્ટિંગ આપવામાં આવી છે.
ડીઝલ વર્ઝનમાં 75 પીએસનો પાવર અને 190 એનએમનો ટોર્ક મળે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.
મારુતિ સ્વિફ્ટ ડિઝાયર એલ્યોરમાં એ જ એન્જિન હશે જે હાલની ડિઝાયરમાં છે. એટલે કે આ કાર પણ 1.2 લીટર પેટ્રોલ અને 1.3 લીટર ડીઝલ એન્જિન સાથે આવે છે. પેટ્રોલ વર્ઝનમાં 84.3 પીએસનો પાવર અને 115 એનએમનો ટોર્ક મળે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ નવી વિશેષતાની સાથે પોતાની સેડાન કાર સ્વિફ્ટ ડિઝાયરની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. તેનું નામ સ્વિફ્ટ ડિઝાયર એલ્યોર (Allure) રાખવામાં આવી છે. જોકે કંપની ટૂંકમાં જ બિલકુલ નવી ડિઝાયર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એવામાં કહેવાય છે કે, એલ્યોલ હાલની ડિઝાયરનું અંતિમ અપડેટ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -