Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
OMG! એક જ કરદાતાનો રૂપિયા 21,870 કરોડનો આવકવેરો બાકી
2014 15માં3.60 કરોડ ભારતીયોએ કુલ રૂપિયા 9.8 લાખ કરોડની સેલરી ઇન્કમ જાહેર કરી હતી. ગાળામાં કરદાતાઓએ જાહેર કરેલી બિઝનેસ ઇન્કમ રૂપિયા 5.6 લાખ કરોડ તથા અન્ય સ્ત્રોતોમાંથી આવક રૂપિયા 2.4 લાખ કરોડ હતી. આકારણીવર્ષ 2014 15માં વ્યક્તિગત કરદાતાઓ, હિન્દુ અવિભક્ત કુટુંબો (HUF), કંપનીઓની ટેક્સ લાયેબિલિટી અગાઉના વર્ષની સરખામણીએ 13 ટકા વધારા સાથે 4,46,719 કરોડ રૂ. થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરાનીવસૂલાત (સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત) 2000 01માં 31,764 કરોડ રૂ. હતી, જે 2015 16માં 9 ગણી વૃદ્ધિ સાથે 2.9 લાખ કરોડ રૂ. થઇ હતી. ભારતમાં કુલ 121 કરોડ લોકોમાંથી માત્ર 3.65 કરોડ લોકો વ્યક્તિગત આયકરદાતા છે. જેમણે ચાલુ વર્ષે 16.5 લાખ કરોડની કરપાત્ર ઇન્કમ જાહેર કરી છે. ટેક્સ વસુલાત માત્ર 1.91 લાખ કરોડ થઈ.
2014 15માં 500 કરોડ રૂ.થી વધુ ટેક્સ લાયેબિલિટી ધરાવતા 64 કરદાતા હતા, જેમનો કુલ ચૂકવવાપાત્ર ટેક્સ 1,13,068 કરોડ રૂ. હતો. રકમ 4,46,719 કરોડના કુલ ચૂકવવાપાત્ર ટેક્સના 25 ટકા જેટલી હતી. IndiaSpendનામે, 2016ના રિપોર્ટ મુજબ 2015 16 દરમિયાન કુલ પરોક્ષ વેરા (ડાયરેક્ટ ટેક્સીસ)માંથી 53 ટકા પરોક્ષ વેરા માત્ર બે રાજ્ય દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી વસૂલવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૦માં ૩૮૮ લોકો પાસે વિશ્વની ૫૦ ટકા સંપત્તિ હતી. આ તફાવત વધુ વ્યાપક બનતો ગયો અને ૨૦૧૫માં માત્ર ૬૨ લોકો પાસે વિશ્વની ૫૦ ટકા સંપત્તિ આવી ગઈ. ૨૦૧૪ ૧૫માં ૩.૬ કરોડ ભારતીયોએ અંદાજે ૯.૮ લાખ કરોડ રૂપિયાનો પગાર જાહેર કર્યો હતો, જે ૨૦૧૫ ૧૬ની કુલ રાષ્ટ્રીય આવક(૧૩૪ લાખ કરોડ રૂપિયા)ના સાત ટકા હતો.
તાજેતરમાં ઓક્સફામ ઈન્ડિયાએ સંપત્તિ અંગેના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ એક ટકા ભારતીયો પાસે ૫૮ ટકા ભારતીયોની સંપત્તિ છે. ૫૭ અબજોપતિઓ પાસે ભારતના ૭૦ ટકા નીચલા વર્ગના લોકો જેટલી સંપત્તિ છે. બીજી તરફ અમેરિકામાં ટોચના એક ટકા લોકો પાસે ૧૯ ટકા સંપત્તિ છે અને ૩૮ ટકા ટેક્સ ચૂકવે છે.
નવી દિલ્હી: આકારણીવર્ષ 2014 15 માટે એક જ કરદાતાએ 21,870 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવવાનો બાકી હોવાનું બહાર આવ્યું છે. 2016ના ડેટા મુજબ રકમ તમામ ભારતીયોના કુલ બાકી આવકવેરાના 11% જેટલી છે. બીજી તરફ 2014 15માં (વર્ષ 2013 14 માટે) 3 વ્યક્તિગત કરદાતાઓએ 500 કરોડ રૂ.થી વધુ આવક જાહેર કરી હતી જ્યારે બે વ્યક્તિગત કરદાતાઓએ 500 કરોડ રૂ.થી વધુના લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન જાહેર કર્યા હતા. કરદાતાઓના નામ જાહેર કરાયાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -