Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નવી Wagon R 23 જાન્યુઆરીએ થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત, જાણો
નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ભારતમાં પોતાની નવી કાર Wagon R લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની 23 જાન્યુઆરી 2019ના નવી વેગન આર કાર ભારતમાં લોન્ચ કરશે. આ નવી કારનો મુકાબલો ભારતમાં Hyundai ની Santro અને Tata ની Tiago સાથે થશે. અનુમાન છે કે આ નવી કાર આવવાથી મારૂતિ સુઝુકીના ઓવરઓલ વેચાણમાં વધારો થશે. મિકેનિકલ રીતે વાત કરવામાં આવે તો આશા છે કે 2019 Wagon R બે પેટ્રોલ એન્જિન ઓપ્શન 1-લીટર અને 1.2 લીટર સાથે આવશે. 5-સ્પીડ મેન્યૂઅલ ગેરબોક્સ સાથે-સાથે 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિકેનિકલ વાત કરવામાં આવે તો Wagon R જૂના 1 લીટર, 3 સિલિન્ડર K10 એન્જીન સાથે આવી શકે છે. તેમાં 5 સ્પીડ મૈન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ગેરબોક્ષ અને એક CNG ઓપ્શન આપવામાં આવી શકે છે, જેના કારણે આ કાર Hyundai ની Santro સાથે મુકાબલો કરી શકે. કિંમતની વાત કરવામાં આવે તો આ નવી Maruti Suzuki Wagon Rની કિંમત 4.5 લાખ હોઈ શકે છે.
એક્સટીરીયરની વાત કરવામાં આવે તો જૂના બોક્સી ડિઝાઈનની તુલનામાં કેટલાક નવા કર્વ્સ જોવા મળશે. અનુમાન છે કે કારના ટોપ મોડલમાં LED ટેલ લેમ્પ્સ અને અલોય વ્હીલ્સ પણ આપવામાં આવી શકે છે. અનુમાન એ પણ છે કે કારનું ઈન્ટીરિયર પણ પ્રીમિયમ હશે. ટોપ મોડલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઈનબિલ્ટ નેવિગેશન સાથે આવી શકે છે. આ સાથે જ પાર્કિંગ સેન્સર, એક રિયર પાર્કિંગ કેમેરા, એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફિચર્સ પણ આપવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -