અમેરિકા અને ભારતના માર્કેટના કડાકામાં ધોવાયા આ અબજોપતિઓ, જાણો કોની નેટવર્થમાં કેટલો થયો ઘટાડો
આ ઉપરાંત ભારતમાં મોટા પોર્ટફોલિયો રોકાણકારોમાં સામેલ આશીષ કચોલિયા અને ડોલી ખન્નાએ પણ આશરે 20થી 25 ટકાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન બજારમાં આવેલા ઘટાડા બાદ તેનો પછડાયો ભારતીય શેર માર્કેટ પર પણ પડ્યો હતો. જેનાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં એક જ દિવસમાં આશરે 32 ટકાનો ઘટાડો થયો છે.
આઈટી કંપની ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસનને પણ આ ઘટાડાથી આશરે 2 મિલિયન ડોલર જેટલું નુકસાન થું છે. અમેરિકાના ટોચના દિગ્ગજોની સંપત્તિમાં આ ઘટાડા બાદ એક જ દિવસમાં 18.8 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત ગૂગલના કોફાઉન્ડર લેરી પેજ અને બ્રિનને પણ 2.2 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. તેમની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો શેર ઘટાડા દરમિયાન 5 ટકા સુધી તૂટ્યો હતો.
અમેઝોનના જેફ બીઝોસ સૌથી અમીર વ્યક્તિ છે. અમેરિકન બજારમાં થયેલા ઘટાડાથી તેમની સંપત્તિમાં 3.2 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ પણ તેમની નેટવર્થ 115.7 બિલિયન ડોલર છે.
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને આશરે 230 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. અમેરિકાના માર્કેટમાં સોમવારે બોલેલા કડાકાથી ફેસબુકનો શેર 5 ટકા ઘટ્યો હતો. જેથી ઝકરબર્ગની નેટવર્થમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે.
સોમવારે અમેરિકન માર્કેટમાં થયેલા કડાકાના કારણે દિગ્ગજ નિર્દેશક વોરેન બફેટની નેટવર્થ એક જ દિવસમાં 6 ટકા ઘટી ઘઈ અને તેમને આશરે 340 અબજ રૂપિયા (5.3 અબજ ડોલર)નું નુકસાન થયું. અબજોપતિઓના ફોર્બ્સ રિયલ ટાઇમ રેકિંગમાં તે હજુ પણ વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.
મુંબઈઃ બજેટ બાદ ઘરેલુ શેર બજારમાં ઘટાડોનો તબક્કો ચાલી રહ્યો છે. અમેરિકાના માર્કેટમાં બોલેલા કડાકાએ વૈશ્વિક બજારોને ભરડામાં ળઇ લીધા. જેના કારણે વિશ્વના અનેક દિગ્ગજોના કરોડ રૂપિયા થોડી જ ક્ષણોમાં ડૂબી ગયા. ભારતીય શેરબજાર માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગ, ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝૂનઝૂનવાલા સહિત અનેક લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -