લોન્ચ પહેલા મારુતિએ શરૂ કર્યું S-Crossના નવા વર્ઝનનું બુકિંગ, માત્ર 11,000 રૂપિયા આપીને કરાવો બુક
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાની દમદાર કાર S-Crossનું નવું વર્ઝન લોન્ચ કરતાં પહેલા તેનું બુકિંગ શરૂ કર્યું છે. કંપની આ સપ્તાહના અંત સુધી આ કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર નવી S-Cross માત્ર 11,000 રૂપિયાનું પેમેન્ટ આપીને નેક્સાના શોરૂમથી બુક કરાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકીએ S-Crossને સૌથી પહેલા ઓગસ્ટ 2015માં લોન્ચ કરી હતી. તે વર્ષે કંપનીએ પોતાના નવા શોરૂમ ચેન નેક્સાની પણ શરૂઆત કરી હતી અને નેક્સાથી સૌથી પહેલા S-Cross ઉતારવામાં આવી હતી. અત્યાર સુધી મારુતિ તરફતી કુલ 53,000 S-Cross કાર ઘરેલુ માર્કેટમાં વેચાવમાં આવી છે જ્યારે 4600 કારની નિકાસ કરવામાં આવી છે.
S-Crossનું જે નવું મોડલ આવી રહ્યું છે તે તેમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન હશે, સાથે જ સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજી પણ લાગેલ હશે. નવી કારમાં Idle-Stop-Start, ટોર્ક અસિસ્ટ, બ્રેક એનર્જી રીજનરેશન સિસ્ટમ અને ગિયરશિફ્ટ ઇન્ડીકેટર લાગેલ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -