હવે આવશે સ્માર્ટ ATM, ચેક નાંખીને પૈસા ઉપાડી શકાશે અને KYC પણ થશે અપડેટ, જાણો વિગત
ભારતમાં આ સ્માર્ટ એટીએમ હાલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ અનેક બેંકોની બ્રાંચમાં આવા સ્માર્ટ એટીએમ નજરે પડશે.
એનસીઆર ઈન્ડિયા દેશભરમાં બેંકો માટે એટીએમ મશીન ઉપલબ્ધ કરાવે છે. દેશભરમાં એટીએમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં એનસીઆર ઈન્ડિયાનો હિસ્સો 48 ટકા છે. બેંક બ્રાંચ ઈન એ બોક્સ નામથી ઓળખવામાં આવતા એટીએમથી બેંકિંગ વિશ્વમાં ક્રાંતિ આવવાની આશા છે. વિશ્વના અનેક વિકસિત દેશો પહેલાથી આ સ્માર્ટ એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે.
સ્માર્ટ એટીએમ દ્વારા ગ્રાહક ચેક જમા કરીને રૂપિયા ઉપાડી શકે છે. ઉપરાંત કેવાયસી પણ અપડેટ કરી શકે છે. સ્માર્ટ એટીએમમાં તમે તમારી ફિંગરપ્રિન્ટ વડે આધાર પણ લિંક કરી શકો છો.
મુંબઈઃ દેશમાં એટીએમ મશીન બનાવતી કંપની એનસીઆર ઈન્ડિયાએ નવા પ્રકારનું એટીએમ મશીન બનાવ્યું છે. જેમાં ચેક નાંખીને રૂપિયા ઉપાડી શકાય છે. આ એટીએમની મદદથી ગ્રાહક દિવસ હોય કે રાત ગમે ત્યારે રૂપિયા ઉપાડી શકે છે.