મારુતિની આ કારમાં આવી ખરાબી, કંપનીએ રિકોલ કરી 1297 કાર
આ ચેક કરવા માટે તમારે કંપનીની વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે ગાડીનો ચેસિસ નંબર અને અન્ય ડિટેઈલ્સ ફિલઅપ કરવાની રહેશે. ત્યાર બાદ તમને દેખાશે કે તમારી ગાડી આ લિસ્ટમાં છે કે નહીં. આ ઉપરાંત તમે નજીકના મારુતિ સુઝુકી ડીલર વર્કશોપ પર જઈને પણ તપાસ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ નવી સ્વિફ્ટ અને ડિઝાયરને રીકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 1279 કાર રીકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, એરબેગ કન્ટ્રોલર યૂનિટમાં ખરાબીની આશંકા છે. જેના કારણે કાર રિકોલ કરવામાં આવી છે.
મારુતિ સુઝુકીના પ્રવક્તાના મતે, આ કેમ્પેઈનમાં 7 મે 2018 થી 5 જુલાઈ 2018 સુધી નિર્મિત 1279 ગાડીઓ (566 નવી સ્વિફ્ટ અને 713 નવી ડિઝાયર)ને કવર કરવામાં આવશે.
25 જુલાઈ એટલે કે બુધવારે આ રીકોલ કેમ્પેઈનમાં જે વાહનોનો સમાવેશ થાય છે તેમના ઓનર્સને તપાસ અને ફ્રીમાં ખરાબ પાર્ટસ્ બદલી આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -