નવા રંગરૂપમાં આવશે Maruti Alto, 2.6 લાખમાં મળશે 32 km/l માઇલેજ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારમાં AC, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ અને ફેબ્રિક સીટ હશે. 4 સ્પીકર્સની સાથે સ્ટીરિયો સિસ્ટમ અને ઓપ્શનલ એરબેક્સ અને ઓપ્શનલ AMT હશે.
ફ્યૂઅલ એફિશિઅન્સીમાં પણ આ કાર ઘણી આગળ છે અને 32 km/lની માઈલેજ આપશે. કહેવાય છે કે, કંપની ભારતમાં આ કારને 2018ની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.
ન્યૂ જનરેશન અલ્ટોમાં ABS(એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)ની સાથે ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવી છે. જણાવીએ કે બેસ મોડલ માટે આ કારની કિંમત 2.6 લાખ રૂપિયા છે અને ટોપ એન્ડ માટે 3.8 લાખ રૂપિયા સુધી કિંમત હોઈ શકે છે.
નવી અલ્ટોમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ એએમટી આપવામાં આવશે. કારને બજેટમાં રાખવાની સાથે તેના સેફ્ટી ફીચર્સ પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે.
ન્યૂ જનરેશનની અલ્ટોમાં કંપનીએ 658ccનું એન્જિન લગાવ્યું છે જે 53bhp પાવર જનરેટ કરે છે, જ્યારે તેનો ટર્બો એન્જિન 62bhp પાવર જનરેટ કરશે.
જૂની અલ્ટોની તુલનામાં ન્યૂ નજરેશનની અલ્ટો વધારે મોટી, સ્પેશિયસ અને પાવરફુલ હશે. તેની સાથે જ કંપની આ કારને વધારે ફ્યૂલ એફિશિઅન્ટ બનાવી રહી છે.
મારુતિ સુઝુકી ટૂંકમાં જ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં નવા રંગરૂપ સાથે અલ્ટો લોન્ચ કરશે. તેના માટે કંપનીએ આ નવી જનરેશનની કારનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -