પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 વર્ષની લોન પર 2.4 લાખ રૂપિયાનો લાભ થશે, જાણો કેવી રીતે
નેશનલ હાઉસિંગ બેંક (NHB) અને હુડકો પર સબસિડી સ્કીમ્સ લાગુ કરવાની જવાબદારી છે. ઓછી આવક ધરાવતા લોકોને સબસિડી આપવાની યોજના અંતર્ગત સરકારે અત્યાર સુધી પ્રથમ વખત ઘર ખરીદનાર 18,000 લોકોને કુલ 310 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. એનએચબીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સબસિડી વિતરણની ગતિમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળશે કારણ કે હવે સ્કીમનો વ્યાપ મધ્યમ વર્ગના લોકો સુધી વધારવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને 9 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર સરકાર 4 ટકાની સબસિડી આપશે. જ્યારે 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી કરનારને 12 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર 3 ટકાની છૂટ મળશે. જો 9 ટકાના વ્યાજ દર પર લોન લેવામાં આવે તો ત્રણ કેટેગરીમાં સબસિડીથી 20 વર્ષની લોન પર અંદાજે 2.4 લાખ રપિયાનો ફાયદો થશે અને લોન રીપેમેન્ટના માસિક હપ્તામાં 2200 રૂપિયા ઓછા થઈ જશે.
નવી દિલ્હીઃ જો તમારી વાર્ષિક આવક 18 લાખ રૂપિયા સુધી છે અને તમે પ્રથમ વખત ઘર ખરીદવા જઈ રહ્યા છો તો તમને 2.4 લાખ રૂપિયાનો લાભ થશે. કારણ કે સરકાર તમને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપશે. હાલમાં સરકાર આ સબસિડી માત્ર 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને જ આપી રહી છે. સરકારે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી લાવવા અને વર્ષ 2022 સુધી તમામને પાકું મકાન આપવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે સબસિડીના બે સ્લેબ બનાવ્યા છે. બન્ને સ્લેબમાં હાલના 15 વર્ષની જગ્યાએ 20 વર્ષની લોન પર લાગુ થશે.
31 ડિસેમ્બર, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત બે સબસિડી સ્કીમ્સની જાહેરાત કરી હતી, પરંતુ સબસિડી અંગે વિસ્તારથી જાણકારી હવે આપવામાં આવી છે. નવી યોજના અંતર્ગત ઘર ખરીદનારને તેની આવકના આધારે નક્કી દર પ્રમાણે સબસિડી મળશે. જો તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે તો 6 લાખ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર 6.5 ટકાના દરે સબસિડી આપવામાં આવશે.
એટલે કે તમો લોન ગમે તેટલી રકમની લીધી હોય પરંતુ સબસિડી માત્ર 6 લાખ રૂપિયાની રકમ પર જ મળશે, તેનીથી વધારેની રકમ પર નહીં. જો તમે 9ટકા દરે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો તમને 6 લાખ રૂપિયા પર માત્ર 2.5 ટકાના દરે વ્યાજ આપવું પડશે. જ્યારે બાકીના 14 લાખ રૂપિયાપર 9 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.
સારી વાત એ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હોમ લોનના વ્યાજ પર મળતી આ સબસિડી ઇનકમ ટેક્સમાં છૂટ ઉપરાંત હશે. જો તમે વર્ષે 10 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરો છો તો હોમ લોન પર તમને કુલ (વ્યાજ પર સબસિડી અને ઇનકમ ટેક્સમાં છૂટ છોડીને) 61800 રૂપિયા સુધીનો વાર્ષિક લાભ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -