રેલવે હવે ટ્રેનમાં રાખશે ડોક્ટર્સ, ગંભીર સ્થિતિ માટે પણ દરેક સ્ટેશને હશે વ્યવસ્થા
મંત્રીએ એ પણ જણાવ્યું કે, સ્ટેશન માસ્ટરે તેમના સ્ટેશનની હદમાં આવતા તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલની જાણકારી હશે. ઇમરજન્સીમાં તેમની સેવાઓ પણ લેવામાં આવશે. જરૂર પડ્યે રેલવે અને રાજ્ય સરકારની એમ્યુલન્સ સેવાનો પણ ઉપયોગ કરવામાં આવશે.
લોકસભામાં રેલવે રાજ્યમંત્રીએ આ યોજના વિશે જણાવ્યું કે, સામાન્ય બીમારીઓની સારવાર ચાલતી ટ્રેનમાં જ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવશે, જ્યારે ગંભીર બીમારીની સારી સારવાર માટે રસ્તામાં જ ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવશે, કારણ કે ટ્રેનમાં ઈસીજી મશીન જેવા ઉપકરણ સારી રીતે કામ નથી કરતા.
નવી દિલ્હીઃ મોદી સરકાર સામાન્ય વ્યક્તિ માટે એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે. લોકસભામાં રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહિયાંએ બુધવારે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આવતા 2 વર્ષ માટે પ્રયોગ તરીકે દૂરંતો ટ્રેનમાં ડોક્ટર્સને રાખશે. આ વ્યવસ્થા પ્રયોગ તરીકે બે વર્ષ માટે કરવામાં આવશે.