નવા રંગરૂપ સાથે ભારતમાં આવશે મારુતિની નવી Gypsy, જાણો કિંમત અને ફીચર્સ
કારમાં પુશ સ્ટાર્સ -સ્ટોપ, મેપ અને રિવર્સ કેમેરા, ડ્યુઅલ એરબેગ્સ અને ABS અને 4 સીટર અને 2 સીટર ઓપ્શન જેવા ફીચર્સ મળશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ સ્પોર્ટી લુક ધરાવતી નવી જીપ્સીની તસવીરો.
આ કારને 2018ની શરૂઆતમાં ભારતના બજારમાં ઉતારવામાં આવશે. આ જીપ્સીનો લુક વિદેશમાં વેચાઈ રહેલી લક્ઝુરીયસ કાર જેવો છે, જેમાં માત્ર બે ડોર હશે.
આ કારની કિંમત અપેક્ષા કરતા ઓછી રાખવામાં આવશે. જો કે આ અંગે મારુતિએ સત્તાવાર જાણકારી આપી નથી. પરંતુ અહેવાલનો મુજબ તેના બેઝ મોડલની કિંમત રૂ. 5 લાખ અને ટોપ મોડલની કિંમત રૂ. 8 લાખ હશે.
આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ કારનું માઈલેજ કઈ રીતે વધારી શકાય તેના પર કંપની કામ કરી રહી છે.
1 લીટર બૂસ્ટર જેટ એન્જિન પણ એક ઓપ્શન હોય શકે છે. ભારતમાં આ કારને ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન અને હળવી બોડી સાથે લોન્ચ કરવમાં આવી શકે છે.
મારુતીની આ નવી કાર ભારતમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. બાકીના દેશોમાં તે 658cc ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે લોન્ચ થઈ શકે છે.
વિશ્વની ટોચની ઓટો મેકર્સ કંપની હવે સ્મોલ SUV પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં મારુતિએ ઈગ્નિસ કાર લોચ કરી હતી જેને ઉદ્યોગમાં સ્મોલ એસયૂવી તરીકે ઓળખવામાં આવે છે. શિકાગો મોટર શો દરમિયાન બીએમડબલ્યૂથી લઈને તમામ ટોચની ઓટો મેકર કંપનીએ પોતાની અપકમિંગ એસયૂવીને શોકેસ કરીહતી. મારુતિ સુઝુકી પણ તેમાંથી બાકાત નથી. ચર્ચા છે કે, મારુતિ સુઝુકી ભાતમાં પોતાની લોકપ્રિય સ્મલો એસયૂવી જીપ્સીને નવા રંગરૂપ અને સ્પોર્ટી લુકમાં લાવાવની તૈયારી છે.