રોલ્સ રોયસને ઐતિહાસિક ખોટ, કંપનીને 381 અબજ રૂપિયાનું નુકસાન થયું
જોકે રોલ્સ રોયસના મુખ્ય કાર્યકારી અધિકારી વોરેન ઈસ્ટે ભાર મૂકીને કહ્યું કે, આ નુકસાન કંપનીની નાણાંકીય સ્થિતિ નથી દર્શાવતું. તેમણે જણાવ્યું કે, 1884માં તેના સહસંસ્થાપક હેનરી રોયસ દ્વારા ઈલેક્ટ્રિકલ અને મેકેનિકલ કારોબારની સ્થાપના કર્યા બાદથી આ સૌથી મોટું નુકસાન છે. તેમણે કહ્યું, તેનાથી વેપાર અને રોકડ પર કોઈપણ પ્રકારની અસર નહીં થાય.
અમેરિકા અને બ્રાઝીલમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલે નિવેડો લાવવા માટે કંપનીએ 67.1 કરોડ પાઉન્ડની ભારે ભરખમ ચૂકવણી કરી છે. આ કારણે કંપનીને ભારે નુકસાન થયું છે. કંપની પર આટલી મોટી રકમનો દંડ એટલા માટે લગાવવામાં આવ્યો હતો કારણ કે રોલ્સ રોયસે 1989થી 2013ની વચ્ચે કોન્ટ્રાક્ટ મેળવવા માટે વિશ્વભરમાં દલાલોને લાંચ આપી હતી.
ધ ગાર્જિયનના અહેવાલ અુસાર રોલ્ય રોયસેના હેજ ફંડની કિંમત 4.4 અબજ ડોલર ઘટી ગઈ છે, જેનો ઉપયોગ કંપની કરન્સીમાં ઉતાર-ચડાવથી થતા નુકસાનથી બચવા માટે કરે છે.
લંડનઃ બ્રિટનની લક્ઝરી કાર બનાવતી રોલ્સ રોયસ કંપનીએ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ થયાની જાણકારી આપીછે. કંપનીએ મંગળવારે 4.6 અબજ પાઉન્ડ (5.7 અબજ ડોલર)ની ખોટ થયાની જાણકારી આપી છે. જો આ રકમને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો તે 381 અબજ રૂપિયા જેટલી થવા જાય છે.