MDHના આ દાદા છે દેશમાં હાઈએસ્ટ પેઈડ CEO, જાણો એક વર્ષમાં મળ્યો કેટલો પગાર ?
ફ્યુચર ગ્રુપના એફએમસીજી પ્રેસિડંટ દેવેંદ્ર ચાવલાએ જણાવ્યું કે એક્સપોર્ટ માર્કેટમાં પોતાની જગ્યા બનાવવી ભારતના બજારનાં જગ્યા બનાવવા કરતા ઘણું સહેલુ છે કેમકે દરેક રાજ્ય કે ક્ષેત્રમાં લોકોની પસંદ બદલાય છે. આ એક મોટો પડકાર છે. ભારતીય કંપની આ મામલે સીમિત રહી જાય છે કેમકે તે નવા ઉપભોક્તા વર્ગ કે જે યુવાન છે તેમની માટે ચાઈનીઝ, થાઈ કે ઈટાલિયન કંપનીઓ જેવી પ્રોડક્ટ નથી લાવી શકતી. એમડીએચની 60થી વધુ પ્રોડક્ટ છે. સૌથી વધુ વેચાતી પ્રોડક્ટમાં દેગી મિર્ચ, ચાટ મસાલા અને ચના મસાલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1919માં પાકિસ્તાનના સિયાલકોટમાં એક નાની દુકાન ખોલનારા ચુન્ની લાલે ક્યારેય નહિ હોય કે તેમનો દિકરો આ નાની દુકાનને 1500 કરોડના સામ્રાજ્યમાં બદલી નાખશે.
ભારતીય કન્ઝ્યુમર માર્કેટમાં સૌથી વધારે વેચાણ ધરાવતી પ્રોડક્ટના સીઈઓનો ચહેરો કદાચ જ કોઈ મેગેઝિન કવર પર જોયો છતાં લોકો માટે એ ચહેરો જાણીતો છે. એમડીએચ મસાલાના દરેક પેકેટ પર 94 વર્ષના ધરમપાલ ગુલાટી પાઘડી પહેરીને તમે જોયા જ હશે. પાંચમી પાસ આ વ્યક્તિને પાછલા ફાઈનાન્સિયલ વર્ષમાં 21 કરોડ રૂપિયા કમાણી કરી છે. જે ગોદરેજ કન્ઝ્યુમરના આદી ગોદરેજ અને વિવેક ગંભીર, હિંદુસ્તાન યૂનિલિવરના સંજીવ મહેતા અને આઈટીસીના વાય.સી. દેવેશ્વરની કમાણીથી પણ વધારે છે.
મસાલા બજારમાં ડીએસ ફૂડ્ઝ, રામદેવ જેવી કંપનીઓ ભારતમાં આગળ છે. જ્યારે સોસ જેવી આંતરાષ્ટ્રીય ઉત્પાદોમાં નેસ્લે અને હિંદુસ્તાન યુનિલીવર જેવી કંપનીઓ આગળ છે.
દેશના વિભાજન બાદ ગુલાટી દિલ્લીના કરોલ બાગમાં આવીને વસ્યા હતા. ત્યારથી તે ભારતમાં 15 ફેક્ટરીઓ ખોલી ચૂક્યા છએ જે હવે 1000 ડિલરોને સપ્લાય કરે છે. એમડીએચની દુબઈ અને લંડનમાં પણ ઓફિસ છે. આ મસાલા કંપની લગભગ 100 દેશોમાં એક્સપોર્ટ કરે છે. ગુલાટીના દિકરાઓ કંપનીનું દરેક કામ સંભાળે છે. જ્યારે તેમની છ દિકરીઓ ડિસ્ટ્રીબ્યુશન સંભાળે છે. કંપનીની સફળતાનો શ્રેય સપ્લાય ચેઈનને આપે છએ. કોંટ્રાક્ટ ફોર્મિંગ હોય કે કર્ણાટક, રાજસ્થાનથી લઈને અફગાનિસ્તાન અને ઈરાનથી મસાલા મંગાવવા સુધીની બાબતોમાં કંપનીની સપ્લાય ચેઈન મજબૂત છે. એવરેસ્ટ બ્રાંડના માલિક એસ નરેન્દ્ર કુમાર 13% શેર સાથે માર્કેટમાં આગળ છે. જ્યારે તેમની પાછળ 12% શેર સાથે MDH છે.
આ કરોડોના સામ્રાજ્યમાં મસાલા કંપની, 20 સ્કૂલો અને એક હોસ્પિટલ છે.
તેમની કંપની મહાશિયા દી હટ્ટી જે MDHના નામે વધારે જાણીતી છે. તેણે આ વર્ષે કુલ 213 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આ કંપનનીની 80% ભાગીદારી ગુલાટી પાસે છે. બીજી પેઢીના વેપારી ગુલાટીએ 60 વર્ષ પહેલા એમડીએચ જોઈન કર્યુ હતું. ત કહે છે કે, મારા કામ કરવા પાછળ ગ્રાહકોને ઓછામાં ઓછી કિંમતે સારી ગુણવત્તાની પ્રોડક્ટ આપવાનો હેતુ મને પ્રેરણા મળે છે. હું મારી ક્ષમતા અનુસાર મારા પગારના 90% ભાગ ચેરેટિમાં આપું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -