ATMમાંથી ઉપાડની મર્યાદા વધી પણ લદાશે નવાં નિયંત્રણો, લોકોનાં ગજવાં ખંખેરતા નવા નિયમો વિશે જાણો
નવી દિલ્હીઃ એક તરફ કેન્દ્ર સરકાર રોકડ ઉપાડની મર્યાદા હટાવવાનું વિચારી રહી છે ત્યારે બીજી તરફ એટીએમમાંથી ઉપાડ પર ચાર્જ વધારવાની પણ યોજના છે. આ યોજના અંતર્ગત હાલમા દર મહિને ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડી દેવાશે અને એ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારી દેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગલુરૂ અને હૈદરાબાદમાં અન્ય બેંકના ગ્રાહકો માટે ત્રણ ફ્રી ટ્રાન્ઝેકશન્સ છે જ્યારે બીજા શહેરોમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેકશનની છૂટ છે. નવેમ્બર 2014થી આ નિયમો અમલમાં છે. હવે તેમાં પણ ઘટાડો કરી દેવાશે અને ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરી દેવાશે.
કેન્દ્ર સરકાર આ મર્યાદા ઘટાડવા માગે છે તેનું કારણ એ છે કે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માગે છે. લોકો એટીએમમાંથી રોકડ ઉપાડીને વાપરે તેના બદલે કાર્ડથી કે ઈન્ટરનેટથી ટ્રાન્ઝેક્શન્સ તરફ વળે એવું સરકાર ઈચ્છે છે. એટીએમમાંથી ઉપાડ પર ચાર્જ લગાવવાથી લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળશે તેવું સરકારનું માનવું છે.
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના અધિકારીઓ માને છે કે, ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટશે અને ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વધશે તો તેના કારણે લોકો કાર્ડ વાપરતા થઈ જશે અને રોકડના વપરાશ પર આપોઆપ અંકુશ આવી જશે. જો કે કેન્દ્રની આ યોજનાના કારણે લોકોની પરેશાની વધશે એ કહેવાની જરૂર નથી.
હાલમાં મોટા ભાગની બેંકો પોતાની બેંકના ડેબિટ કાર્ડ દ્વારા મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ ચાર્જ લગાવતી નથી. જ્યારે અન્ય બેંકના એટીએમાંથી 3 ટ્રાન્ઝેક્શન એમ કુલ મહિને 8 ટ્રાન્ઝેક્શન કરવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. કેન્દ્ર સરકારે હવે આ 8ની મર્યાદાને ઘટાડીને 3 કરવા માગે છે. એટલે કે પોતાની અને અન્ય બેંકના એટીએમમાંથી કુલ મળીને માત્ર 3 ટ્રાન્ઝેક્શન જ ફ્રી કરવાની સરકારની વિચારણા છે. બેંકો દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી ને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું મનાય છે.
આ ઉપરાંત પોતાના એટીએમ અને અન્ય એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શન્સ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારવાની વિચારણા છે. હાલમાં બેંકના પોતાના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરાય તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ 20 રૂપિયા ચાર્જ લેવાય છે. તેના પર સર્વિસ ટેક્સ તથા અન્ય ટેક્સ લેવાય છે. આ ચાર્જ વધારીને 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ કરવાની વિચારણા છે. જોકે અલગ અલગ બેંક અનુસાર આ ચાર્જમાં ફેરફાર હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -