બજેટમાં પગારદારોને કરાશે ખેરાત, ટેકહોમ સેલેરી વધશે, બીજી કઈ કર રાહતો થશે જાહેર, જાણો
સરકારમાં ઘણા લોકો માને છે કે ટેકસ કાપ માટે સરકારની ટર્મ પૂરી થાય ત્યાં સુધી રાહજોવાના બદલે વહેલાસર ટેકસ ઘટાડવો જોઈએ. તેનાથી રોકાણને પ્રોત્સાહન મળવાની શકયતા છે. રોકાણના માપ ગણવામાં આવતા ગ્રોસ કેપિટલ ફોર્મેશનમાં ચાલુ વર્ષે ૦.૨ ટકા ઘટાડો થયો હતો. સરકાર કોર્પોરેટ ટેકસના સ્ટ્રકચરમાં ફેરફાર કરવા માંગે છે જેમાં વ્યકિતને મળતા ડિવિડન્ડ પરથી ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેકસ દૂર કરવો અને કંપનીઓ પર એકંદરે ટેકસ બોજ ઘટાડવાનો સમાવેશ થા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાકીય વર્ષ ૨૦૧૫માં ૩.૯૧ કરોડ લોકોએ ઇન્કમટેકસ રિટર્ન ભર્યાં હતાં. તેમાંથી ૧.૮૩ કરોડ લોકોએ સરેરાશ રૂપિયા ૨૬,૦૦૦ ટેકસ ભર્યો હતો. ૨.૫ લાખથી પાંચ લાખના સ્લેબને વિસ્તારવામાં આવે અથવા તેના પર ઓછો ટેકસ લાગુ પડેતેવી શકયતા છે.
સરકાર માને છે કે, કરદાતાનું સેન્ટિમેન્ટ સુધારવાની જરૂર છે પરંતુ તેની સાથે લોકો ટેકસની જાળમાંથી છટકી ન જાય તે પણ જોવું જરૂરી છે. તેથી કરમુકિતની મર્યાદામાં નોંધપાત્ર વધારો નહીં થાય. તેના બદલે ટેકસ બ્રેકેટ વિસ્તારવા પર ધ્યાન અપાશે. જેમાં હાઉસિંગ લોન પરની કપાત મર્યાદા વધી શકે છે જેથી રિયલ એસ્ટેટ સેકટરને પણ પ્રોત્સાહન મળશે.
અન્ય એક અધિકારીએ કહ્યું કે, ટેકસ સ્લેબ વિસ્તારવાની અથવા નીચા બ્રેકેટ માટે રેટ ઘટાડવાની દરખાસ્ત છે. તેનાથી લોકો ટેકસ ચૂકવવા માટે પ્રેરાશે. હાલમાં રૂપિયા ૨.૫ લાખથી પાંચલાખની આવક સુધી ૧૦ ટકા, પાંચથી ૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને ૧૦ લાખથીવધારે આવક પર ૩૦ ટકા ટેકસ લાગુ પડે છે.
બજારમાં માગમાં વધારો થાય અને ખાનગી રોકાણને આકર્ષિત કરવા માટે સરકાર અનેક રાહતોની જાહેરાત કરી શકે છે જેનાથી વૃદ્ઘિને વેગ મળશે. પગારદાર લોકોને ટેક-હોમ પગાર વધે તે માટે આવકવેરાના ફ્રેમવર્કમાં સુધારા શકય છે. તેનાથી લોકો વધારે ખરીદી કરવા અને નાણાં ખર્ચવાં પ્રેરાશે. કંપનીઓને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા કોર્પોરેટ ટેકસના દરમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
એક સરકારી અધિકારીએ કહ્યું કે, અનેક પ્રકારની દરખાસ્તો મૂકવામાં આવી છે. સરકાર લોકોની ખરીદશકિત વધારીને માંગને પ્રોત્સાહન આપવા માંગે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસના અંદાજપ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૭.૧ ટકાના દરે વૃદ્ઘિ કરશે જયારે ગયા વર્ષનો વૃદ્ઘિદર ૭.૬ ટકા રહ્યો હતો. જોકે આ આગાહીમાં ડિમોનેટાઇઝેશનની અસરને ગણતરીમાં લેવાઈ નથી. જોકે વિશ્લેષકોનું માનવું છે કે, નોટબંધીની ખરાબ અસર બજાર પર પડશે અને સરકારે અનેક રાહતો જાહેર કરવી પડશે.
નવી દિલ્હીઃ નોટબંધીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને આગામી બજેટમાં રાહતના સમાચાર મળે તેવી શક્યતા છે. આગામી બજેટમાં વ્યકિતગતકરદાતા તેમ જ કોર્પોરેટ કરદાતા માટે સરકાર ટેક્સમાં રાહતો જાહેર કરે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -