આ ભારતીય અબજોપતિ પાસે અઢળક સંપત્તિ હોવા છતાં પણ એક રૂપિયો ખર્ચ નથી કરી શકતા, જાણો શું છે કારણ
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ટાટા સન્સમાં પોતાની 18.4 ટકા હિસ્સેદારીથી મિસ્ત્રી પાસે 16.7 અબજ ડોલરની મૂડી છે. પરંતુ હવે આ હિસ્સેદારીને તે ટાટા સન્સની બોર્ડની મંજૂરી વગર વેચી નહીં શકે. ટાટા સન્સના બોર્ડની સાથે તે છેલ્લા બે વર્ષથી કાયદાકીય લડાઈ રડી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદથી જ મિસ્ત્રી પરિવાર અને ટાટા ગ્રુપની વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડર છે. 100 અબજ ડોલરની મૂડી ધરાવતા ડાટા ગ્રુપની વિરૂદ્ધ મિસ્ત્રીએ અનેક કાયદાકિય અરજીઓ કરી છે. જેમાંથી ગવર્નન્સ લેપ્સ સહિત કંપનીના બોર્ડમાં ફેરફારને લઈને અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. કોર્ટમાં જારી આ જંગની વચ્ચે ટાટા સન્સે માગ કરી છે કે કોઈપણ શેરહોલ્ડર પોતાની હિસ્સેદારીને વેચી નહીં શકે, તેને સરકારે પણ આ મહિને મંજૂરી આપી દીધી છે. તેના કારણે શાપૂરજી પલોનજી મિસ્ત્રીની અબજોની સંપત્તિ કાયદાગીય વિવાદમાં ફસાઈ ગઈ છે.
નવી દિલ્હીઃ કોઈ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય અને તેને ખર્ચ કરવાની પરવાનગી ન હોય તો કેવો અનુભવ થાય? ટાટા સન્સમાં હિસ્સેદારી ધરાવનાર શાપૂરજી પલોનજી ગ્રુપના ચેરમેન પલોનજી શાપૂરજી મિસ્ત્રીને આ સવાલ પૂછી શકાય છે. અબજોપતિ પલોનજીની કુલ 20 અબજ ડોલર એટલે કે, 1,30,940નો 84 ટકા હિસ્સો ટાટા સન્સ સાથે કાયદાકીય વિવાદમાં ફસાઈ ગયો છે. બોર્ડરૂમમાં વિવાદને કારણે 2016માં શાપૂરજી મિસ્ત્રીના દીકરા સાઈરસ મિસ્ત્રીને ટાટા સન્સમાં ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -