Reliance Jioએ ફરી મચાવી ધૂમ, આ વખતે બનાવ્યો આ મોટો રેકોર્ડ
ટ્રાઈ તરફતી જારી આંકડા અનુસાર જિઓ અને આઈડિયાનો બજાર હિસ્સો વિતેલા મહીનાના તુલનામાં વધીને ક્રમશઃ 18.78 ટકા અને 19.24 ટકા થઈ ગયો છે. આ પહેલા જિઓ માર્કેટનો હિસ્સો 18.7 ટકા હતો અને આઈડિયાનો માર્કેટ હિસ્સો 18.94 ટકા હતા. જ્યારે ભારતી એરટેલના હિસ્સામાં ઘટાડો થયો છે. એરટેલનો હિસ્સો 30.5 ટકાથી ઘટીને 30.46 ટકા થયો છે. જ્યારે વોડાફોનનો હિસ્સો 19.67 ટકાથી ઘટીને 19.43 ટકા રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય ટેલીકોમ કંપનીઓની વાત કરીએ તો ભારતી એરટેલે જૂનમાં માત્ર 10,689 ગ્રાહકો જ પોતાની સાથે જોડ્યા હતા. જ્યારે વોડાફોન ઇન્ડિયાએ 2.7 મિલિયન ગ્રાહકો પોતાની સાથે જોડ્યા. જ્યારે ટેલીકોમ ઉદ્યોગની ત્રીજી સૌતી મોટી કંપની આઈડિયા સેલ્યુલરે 63.6 લાખ ગ્રાહકો જોડ્યા છે. આ તમામ આંકડા ટેલીકોમ રેગ્યુલેટર તરફથી જારી કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે આઈડિયા અને વોડાફાનું મર્જર થવાનું છે. એવામાં નવી કંપની ટેલીકોમ સેક્ટરની સૌથી મોટી કંપની બની જશે.
નવી દિલ્હીઋ ગ્રાહકોને સસ્તી અને વાજબી ઓફર આપીને નવા રેકોર્ડ બનાવનારી રિલાયન્સ જિઓએ ફરી એક વખત નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે પણ કંપનીએ સૌથી વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. રિલાયન્સ જિઓએ જૂનમાં 9.71 મિલિયન (અંદાજે 97 લાખ) ગ્રાહકો પોતાની સાથે જોડ્યા છે. તેની સાથે જ જિઓના યૂઝર્સની સંખ્યા દેશભરમાં 21.5 કરોડ થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -