મર્સિડીઝ બેન્ઝે C-Class સેડાનનું પેટ્રોલ વેરિયન્ટ ભારતમાં કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ ભારતમાં 2018 C-Class સેડાનનું પેટ્રોલ વેરિયન્ટ લોન્ચ કરી દીધું છે. મર્સિડીઝ બેન્ઝ 2018 C-Class ભારતમાં સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ હતી. જોકે ત્યારે માત્ર ડીઝલ ફોર્મેટમાં જ લોન્ચ કરી હતી. મર્સિડીઝ બેન્ઝના સી ક્લાસા પેટ્રોલ વેરિયન્ટની કિંમત એક્સ શો રૂમ કિંમત 43.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018 મર્સિડીઝ બેન્ઝ C-Class પેટ્રોલ વેરિયન્ટમાં 1.5 લીટર ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આયું છે. જે 180bhp અને 280Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે અહીંયા 9G ટ્રોનિક ઓટોમેટિક યૂનિટ આપવામાં આવ્યું છે.
મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ ટચપેડ કન્ટ્રો, 10.25 ઈંચ COMAND ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનારોમિક સનરૂફ્સ, એક્ટિવ પાર્કિંગ અસિસ્ટ, એમ્બિએન્ટ લાઇટિંગ સહિત અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવું પેટ્રોલ વેરિયન્ટ લોન્ચ થવાની સાથે જ 2018 Mercedes-Benz C-Class કુલ ચાર વેરિયન્ટ થઈ ગયા છે. ડીઝલ વેરિયન્ટના C220d Prime, C220d Progressive અને C300d AMG Line પહેલાથી જ માર્કેટમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -