માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે iPhoneની કરી અવગણા, વિન્ડોસ ફોનથી અહીં થયા શિફ્ટ
બિગ ગેટ્સે iPhone યુઝ કરવાની અટકળોનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું, ‘નો, નો આઈફોન.’ નિશંકપણે ગેટ્સ આઈફોન યુઝ કરતા નથી પણ તેમણે સ્ટીવ જોબ્સ અને એપલના કામની પ્રશંસા કરવામાં કોઈ કચાશ રાખી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલ ગેટ્સે એ ન જણાવ્યું કે, તેમની પાસે એન્ડ્રોયડ હેન્ડસેટ છે જે તેઓ અત્યારે તેઓ યુઝ કરી રહ્યાં છે. પણ તેમને બહુ બધા માઈક્રોસૉફ્ટ સોફ્ટવેરનો ઉલ્લેખ કર્યો તેના પરથી લાગી રહ્યું છે કે, તેઓ સેમસંગ ગેલેક્સી S8ના માઈક્રોસૉફ્ટ એડિશનની વાત કરી રહ્યાં છે. આ ફોન એપ્રિલ 2017માં લૉન્ચ થયો હતો. આમાં માઈક્રોસૉફ્ટ ઑફિસ, વનડ્રાઈવ, કોર્ટાના વર્ચ્યુ અસિસ્ટન્ટ, આઉટલુક જેવા બહુ બધા માઈક્રસૉફ્ટ એપ્સ છે.
બિલ ગેટ્સે વધુમાં જણાવ્યું કે, હું હંમેશા વિન્ડોઝવાળા કોમ્પ્યુટર્સ પર જ કામ કરતો હતો. અત્યારે મારી પાસે જે ફોન છે તે એન્ડ્રોયડ પર કામ કરે છે અને તેમાં માઈક્રોસૉફ્ટના બહુ બધા સૉફ્ટવેર છે. પણ સ્ટીવ આઈટી અને સૉફ્ટવેરની ફીલ્ડમાં જે પ્રતિસ્પર્ધા છોડીને ગયા છે તે અદભુત છે અને માઈક્રોસૉફ્ટ હજુ પણ તેનો હિસ્સો છે.’
ફોક્સ ન્યૂઝ દ્વારા કરાયેલા બિલ ગેટ્સના આ ઈન્ટરવ્યુમાં તેમને એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સ સાથેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બંને વચ્ચે અવારનવાર વૈચારિક મતભેદો સામે આવતા હતા. ઈન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું કે, ‘સ્ટીવ જોબ્સના અવસાન બાદ એપલ સારું કામ કરી રહી છે જે બહુ ખુશીની વાત છે.
નવી દિલ્હીઃ બિલ ગેટ્સે મોબાઈલ પ્લેટફોર્મ ચેન્ચ કર્યું છે. માઈક્રોસોફ્ટના સહ સ્થાપક અને વિશ્વના ધનાઢ્ય લોકોમાં ટોચ પર રહેનારા બિલ ગેટ્સે ખુલાસો કર્યો છે કે તે હવે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ યૂઝ કરી રહ્યા છે. ફોક્સ ન્યૂઝને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તે હવે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. કહેવાય છે કે, હાલમાં જ તેઓ વિન્ડોઝ ફોનથી એન્ડ્રોઈડ પર શિફ્ટ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -